Gujarat

પાકિસ્તાની ડોનના સમર્થનમાં વીડિયો પોસ્ટ કરનારા આફતાબની ભુજથી ધરપકડ, શહબાઝે CM નીતિશને આપી હતી ધમકી

By GS TEAM
22 Dec 20253 mins read
TukuTouch Logo
ભુજના એક ઈસમને પાકિસ્તાનના જાણીતા ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીને 'રોલ મોડલ' બનાવવું ભારે પડ્યું છે. પોલીસે સતત પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાઝ ભટ્ટીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કરવાના ગુનાસર એક આફતાબ/અલ્તાફ રજાક ખાટકીની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાની ડોનના સમર્થનમાં વીડિયો પોસ્ટ કરનારા આફતાબની ભુજથી ધરપકડ, શહબાઝે CM નીતિશને આપી હતી ધમકી

Kutch News: હાલના સમયમાં ફિલ્મોમાં બતાવેલા 'આંતરરાષ્ટ્રીય માફિયા' નેટવર્કની ચારેયકોર ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં ભુજના એક ઈસમને પાકિસ્તાનના જાણીતા ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીને 'રોલ મોડલ' બનાવવું ભારે પડ્યું છે. પોલીસે સતત પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાઝ ભટ્ટીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કરવાના ગુનાસર એક આફતાબ/અલ્તાફ રજાક ખાટકીની ધરપકડ કરી છે. જેની પાસેથી નકલી ચલણ અને ગાંજો અને હથિયારો પણ મળી આવ્યા છે. 

નોટોના બંડલ, 669 ગ્રામ ગાંજો અને એક દેશી બનાવટની પિસ્તોલ મળી

પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ભુજના ખાટકી ફળિયામાં રહેતો આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકી પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે અને તેના સમર્થનમાં સતત વીડિયો અપલોડ કરી ગુનાહિત માનસિકતા ફેલાવી રહ્યો છે, જે બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. શનિવારે મોડી રાત્રે આરોપીને ભુજના ભીડનાકા વિસ્તારમાંથી ધરપકડ કરાઇ હતી. જેની પૂછપરછમાં તે ગાંજો વેચતો હોવાનું પણ ખૂલ્યું હતું જેની તપાસ માટે ટીમે આરોપીના ઘરમાં સધન તપાસ હાથ ધરી હતી. જેમાં 181 નકલી ચલણી નોટોના બંડલ, 669 ગ્રામ ગાંજો અને એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. 


પાંચ વખત આઈડીના યુઝરનેમ બદલ્યા

તપાસમાં એ પણ ખૂલ્યું છે કે આરોપીએ પોતાના બીજા નંબરથી બે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી. જે મોબાઈલ ખોવાઇ જતાં વર્ષ 2024માં પોતાની જ એક આઈડીનું નામ પાકિસ્તાનના ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીના નામથી કરી દીધું હતું. આ બોગસ આઈડીમાં આરોપીએ પાંચ વખત આઈડીના યુઝરનેમ બદલાવ્યા હતા.

આ પણ વાંચો: જામનગરમાં વાહન ચોરીનો આરોપી કાલે ઝડપાયો આજે પોલીસ જાપ્તામાંથી ફરાર, કોર્ટ પરિસરમાં ફિલ્મી દ્રશ્યો

સમગ્ર ઘટના અંગે SPએ માહિતી આપતા કહ્યું કે 'અમને માહિતી મળી હતી કે ભુજનો એક વ્યક્તિ પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાઝ ભટ્ટીથી પ્રેરિત થઈને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવી રહ્યો હતો. તે વ્યક્તિ આ એકાઉન્ટ પર વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કરી રહ્યો હતો. એકાઉન્ટ અંગે માહિતી એકત્રિત કર્યા પછી, આરોપીની ઓળખ થઈ હતી, જેની તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ભુજનો રહેવાસી છે અને તેનું નામ આફતાબ ખડકી છે.  જે પોલીસને ધ્યાને આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી મોબાઈલ કબજે કરી વધુ તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યો છે.'

પાકિસ્તાની ગેંગસ્ટર સાથે શું કનેક્શન?

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે તેણે ગાંજો ક્યાંથી મેળવ્યો અને કોણે સપ્લાય કર્યો. તેને નકલી ચલણી નોટોના બંડલ ક્યાંથી મળ્યા? પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીને પાકિસ્તાની ગેંગસ્ટર પાસેથી પૈસા મળ્યા હતા કે તે ફક્ત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટથી દુષપ્રેરિત હતો.