Get The App

કુડાસણના યુવાનને શેર બજારમાં રોકાણની લાલચ આપી રૃ.૩૭ લાખની છેતરપિંડી

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
કુડાસણના યુવાનને શેર બજારમાં રોકાણની લાલચ આપી રૃ.૩૭ લાખની છેતરપિંડી 1 - image


સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત્

રોકાણ સામે વધુ નફો બતાવીને છેતરવામાં આવ્યા રૃપિયા નહીં ઉપાડતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ

ગાંધીનગર :  હાલમાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે કુડાસણમાં રહેતા યુવાનને શેર બજારમાં રોકાણની લાલચ આપીને સાયબર ગઠિયાઓ દ્વારા ૩૭ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

હાલના આધુનિક યુગમાં મોબાઇલનો વપરાશ વધ્યો છે અને તેનો ફાયદો ઉઠાવીને સાયબર ગઠિયાઓ દ્વારા ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવતી હોય છે. મહિલા વૃદ્ધો અને યુવાનોને પણ વિવિધ લોભામણી લાલચ આપીને લાખો રૃપિયા પડાવી લેવામાં આવતા હોય છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં રહેતા અને ખાનગી નોકરી કરતા અજિંક્ય અનિલ બંગાળી પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૧૬ જુલાઈ, ૨૦૨૪ના રોજ તેમને બ્લેકરોઝ બિઝનેસ સ્કૂલ નામના વોટ્સએપ ગુ્રપમાં ઉમેરવામાં આવ્યા હતા. આ ગુ્રપમાં અજાણ્યા આરોપીઓએ પોતાને બીજા કોઈ તરીકે રજૂ કરી, ગુનાહિત કાવતરું રચી, શેરબજારમાં રોકાણ કરવા માટે ટિપ્સ આપવાનું શરૃ કર્યું હતું.

આરોપીઓએ અજિંક્યને વિવિધ બેંક ખાતાઓમાં રોકાણ કરાવડાવી, રોકાણ સામે વધુ નફો બતાવ્યો હતો જોકે, કરવામાં આવેલ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ ફાળવવામાં ન આવતા, રોકાણ કરેલા પૈસા ખાતામાં પરત આવ્યા નહીં. આ રીતે, સાયબર ગઠિયાઓએ તેમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે જુદા જુદા બેંક ખાતાઓમાં કુલ ૩૭,૨૧,૦૦૧ જમા કરાવડાવી તેમની સાથે ઓનલાઈન છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. જેથી આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને સાયબર ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

Tags :