રાજ્યમાં ભરતી પ્રક્રિયા અને વિલંબ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની સ્પષ્ટતા, જાણો શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Recruitment Teachers: રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબ અંગે શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોરે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે ચાલી રહી છે, પરંતુ ન્યાયિક બાબતો અને કોર્ટ કેસોને કારણે અમુક ભરતી પ્રક્રિયાઓમાં વિલંબ થઈ રહ્યો છે.
શિક્ષણ મંત્રીએ ઉમેદવારોને ખાતરી આપતા કહ્યું હતું કે તમામ ઉમેદવારોને પૂરતો સમય આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવા અંગે તેમની ટીમ સાથે ચર્ચાઓ ચાલી રહી છે, જેથી મેરીટના આધારે યોગ્ય ઉમેદવારોને તક મળી રહે.
ડૉ. કુબેર ડિંડોરે ખાસ કરીને કચ્છ જિલ્લાની ભરતી પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ત્યાં ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આ સાથે જ, ભવિષ્યમાં નવી TET અને TAT પરીક્ષાઓ પણ યોજવામાં આવશે, જેથી નવા ઉમેદવારોને પણ તક મળી રહે.
તેમણે વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર તમામ ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શકતા અને ન્યાયી પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે. જો વિલંબના યોગ્ય કારણો હશે તો તેને દૂર કરવા માટે પ્રયાસો કરવામાં આવશે.








