Get The App

કૃપા ઝાની મહિસાગર DPEO તરીકે તાત્કાલિક બદલી, રોહિત ચૌધરીને અમદાવાદ ગ્રામ્યનો વધારાનો ચાર્જ સોંપાયો

Updated: Jul 26th, 2025

GS TEAM

Google News
Google News
કૃપા ઝાની મહિસાગર DPEO તરીકે તાત્કાલિક બદલી, રોહિત ચૌધરીને અમદાવાદ ગ્રામ્યનો વધારાનો ચાર્જ સોંપાયો 1 - image


Ahmedaba Education Department News:  ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (ગ્રામ્ય) કૃપા ઝાની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. તેમને મહીસાગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અચાનક કરવામાં આવેલી બદલીથી શિક્ષણ જગતમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. બદલીના કારણમાં જાહેર હિતમાં લખવામાં આવ્યું છે. 

આ બદલીના પગલે, અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (શહેર) રોહિત ચૌધરીને ગ્રામ્યનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
કૃપા ઝાની મહિસાગર DPEO તરીકે તાત્કાલિક બદલી, રોહિત ચૌધરીને અમદાવાદ ગ્રામ્યનો વધારાનો ચાર્જ સોંપાયો 2 - image

કૃપા ઝાની બદલી અને રોહિત ચૌધરીને વધારાનો ચાર્જ સોંપવાના નિર્ણયથી અમદાવાદ જિલ્લાના શૈક્ષણિક વહીવટમાં કેટલાક મહત્ત્વના ફેરફારો જોવા મળી શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા આ બદલી પાછળનું કારણમાં જાહેરત હિતમાં લખવામાં આવ્યું છે. આ ઉપરાંત અંગે અન્ય કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અચાનક જ બદલી થતા અનેક તર્કવિતર્ક ઊભા થયા છે. પરંતુ સામાન્ય રીતે આવી બદલીઓ વહીવટી કાર્યક્ષમતા અને શાસનમાં સુધારો લાવવા માટે કરવામાં આવતી હોય છે. 

Tags :