જામનગર નજીક સિક્કાની જેટી પર લાંગરેલી શિપમાં કામ કરી રહેલા કોરિયન નાગરિકનું હૃદય બંધ પડી સારવાર દરમિયાન મૃત્યુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર નજીક સિક્કામાં આવેલી જેટી પર લાંગરેલી 'સ્કાય વીનર' નામની વિદેશી શિપ, કે જેમાં કામ કરી રહેલા વિદેશી નાગરિક જીઓન્ગ ઉનમો (ઉંમર વર્ષ 66) રિપબ્લિક ઓફ કોરિયાના વતની છે, અને તેઓને ગઈકાલે એકાએક શ્વાસની તકલીફ થતાં મેડિકલ ઇમરજન્સી માગી હતી.
જેથી તેઓને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું હૃદય થંભી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે જામનગરની શિપિંગ કંપનીના એજન્ટ જાહિદભાઈ સિદીકભાઈ સેતા એ પોલીસને જાણ કરતાં સિક્કાના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.પી.સિંધવ જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને વિદેશી નાગરિકના મૃતદેહનો કબજો સંભાળ્યો હતો અને તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે મૃતદેહને કોફીનમાં પેક કરીને વિદેશ મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.









