Get The App

સુરતની 18 સ્કૂલના 32 વિદ્યાર્થીને કોરાના

અઠવા, રાંદેર ઝોનની સ્કૂલોમાં સંક્રમણ વધ્યું

Updated: Jan 4th, 2022

GS TEAM

Google News
Google News
સુરતની 18 સ્કૂલના 32 વિદ્યાર્થીને કોરાના 1 - image

પાલના ગ્રીન સીટી, નક્ષત્ર સોલીટર, પીપલોદના ઓપેરા હાઉસ અને આવિષ્કાર એપાર્ટમેન્ટ અને કતારગામના લક્ષ્મી સોસાયટીમાં એક કરતાં વધુ કેસ

                સુરત,

સુરતમાં આજે કોરોનાનો રાફડો ફાટયો છે તેમાં રાંદેર અને અઠવા ઝોનમાં કોરોનાના કેસ એક સદીથી પણ વધારે છે. મ્યુનિ.ના કતારગામ, અઠવા અને રાંદેર ઝોનની કેટલીક સોસાયટીમાં એક કરતાં વધુ પોઝીટીવ કેસ હોવાથી પાલિકા તંત્રએ આ સોસાયટીની ક્લસ્ટર જાહેર કરીને લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આજે પણ પોઝીટીવ આવનારામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૨ છે.

સુરતમાં આજે  કોરોનાના ૪૧૫ કેસ આવ્યા તેમાંથી શહેરની જુદી જુદી સ્કુલના ૩૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આજે જે વિદ્યાર્થી પોઝીટીવ આવ્યા છે તેમાં સેવન્થ ડે સ્કુલ (૨) ડીપીએસ સ્કુલ (૯), જીડી ગોયેન્કા ( ૨) ભુલકા વિહાર, ફાઉન્ટન હેડ (૨), સેવન્થ ડે (૨),  એસ.ડી. જૈન (2), લુડ્સ કોન્વેનટ, બ્રોડવેય ઈન્ટરનેશન સ્કુલ, માતા સરવાણી સ્કુલ, જીવન ભારતી સ્કુલ, આર.એમ.જી સ્કુલ, અગ્રવાલ સ્કુલ, ગુરૃકુળ વિદ્યાલય, એલ.પી. સવાણી (૨), તાપ્તીવેલી, એક્ષપરીમેન્ટલ સ્કુલ, ગુરૃૃકૃપા સ્કુલ, મહેશ્વરી વિદ્યાલય જેવી શાળા અને કોલેજમાં કેસ નોધાયા છે.

રાંદેર ઝોનમાં 106 કેસ પૈકી પાલ ગ્રીન સીટી એપાર્ટમેન્ટમાં એક સાથે છ કેસ આવ્યા છે. જ્યારે નક્ષત્ર સોલીટરમાં  ત્રણ કેસ એક જ ઘરમાં નોંધાતા કલસ્ટર જાહેર કરાઇ છે. અઠવા ઝોનમાં પીપલોદ વિસ્તારમા ઓપેરા હાઉસમાં ચાર અને આવિસ્કાર રેસીડન્સીમાં ચાર વ્યક્તિ પોઝીટીવ આવતાં ક્લસ્ટર કરાઇ છે. કતારગામ ઝોનમાં ગજેરા સર્કલ પાસે  લક્ષ્મી સોસાયટીમાં એક જ ઘરમાં પાંચ વ્યક્તિઓ પોઝીટીવ આવતાં કલસ્ટર કરી અવરજવર બંધ કરાવાઇ છે.  આજે સુરતમાં ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ જે પોઝીટીવ કેસ આવ્યા છે તેમાં દુબઈ અને બાંગ્લાદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં બે પ્રવાસીઓનો સમાવેશ થાય છે.