Gujarat

કોલકાતાના પ્રેમીપંખીડા વડોદરાની હોટલમાં ચાર દિવસ રહ્યા,લગ્નનો ઇનકાર કરતાં બળાત્કારની ફરિયાદ

By GS TEAM
24 Sep 20251 min read
કોલકાતાના પ્રેમીપંખીડા વડોદરાની હોટલમાં ચાર દિવસ રહ્યા,લગ્નનો ઇનકાર કરતાં બળાત્કારની ફરિયાદ

વડોદરાઃ વડોદરા ફરવા આવ્યા તે દરમિયાન હોટલના રોકાણ દરમિયાન કોલકાતાના એક યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ યુવતીએ નોંધાવી છે.

પોલીસના કહ્યા મુજબ,કોલકત્તાની ૩૨ વર્ષીય અપરિણીત યુવતીને ત્યાંના સરોન્યુ નામના ૩૫ વર્ષીય યુવક સાથે પરિચય થયા બાદ પ્રેમસબંધ થયો હતો અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

જુલાઇ મહિનામાં તેઓ વડોદરા ફરવા આવ્યા હતા અને સ્ટેશન વિસ્તારની સન્ડે હોટલમાં ચાર દિવસ રહ્યા હતા.ત્યારબાદ તેઓ પરત ગયા હતા અને થોડા સમય પછી યુવતીએ કોલક્તા પોલીસને બળાત્કારની ફરિયાદ આપી હતી.

પીડિતાનું કહેવું છે કે, સરોન્યુએ લગ્ન કરવાની ખાતરી આપી હતી અને મારી ઇચ્છા વિરૃધ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો.ત્યારપછી તેણે લગ્નનો ઇનકાર કર્યો હતો.જેથી કોલકતા પોલીસે આ ફરિયાદ સયાજીગંજ પોલીસને ટ્રાન્સફર કરતાં પીઆઇ ઝેડ એન ધાસુરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.