Get The App

જાણો, મિથાઇલના કેમિકલ રિએકશનથી સર્જાય છે લઠ્ઠાકાંડ, દારુની ડિસ્ટીલ પ્રોસેસ બની રહી છે જીવલેણ

જટિલ પ્રોસેસમાં ઇથાઇલના સ્થાને મિથાઇલ આલ્કોહોલ બની જાય છે.

મિથાઇલ આલ્કોહોલ શરીરમાં જઇને ફોર્મિક એસિડ નામનું ઝેર બનાવે છે.

Updated: Jul 26th, 2022

GS TEAM

Google News
Google News
જાણો, મિથાઇલના કેમિકલ રિએકશનથી સર્જાય છે લઠ્ઠાકાંડ, દારુની ડિસ્ટીલ પ્રોસેસ બની રહી છે જીવલેણ 1 - image

અમદાવાદ,26 જુલાઇ,2022,

ઝેરી દારુ પીવાથી થતા મોતને ગુજરાતમાં  લઠ્ઠાકાંડ કહેવામાં આવે છે. બોટાદના ગ્રામીણ વિસ્તારોમાં ઝેરી દારુ પીવાથી 26 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. દેશમાં ઝેરી શરાબથી સેંકડો લોકોના મોત થાય છે, એકલ દોકલના નામ તો ધ્યાનમાં પણ આવતા નથી. ઉત્તરપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં ઝેરી શરાબથી થતા મુત્યુનો દર વધારે છે. ગુજરાતમાં પણ સમયાંતરે લઠ્ઠાકાંડ સર્જાતો રહે છે. 

કોઇ પણ પ્રકારની શરાબનું વ્યસન આમ પણ નુકસાનકર્તા છે પરંતુ ઝેરી શરાબ કેવી રીતે મોતનું કારણ બને છે તે જાણવું જરુરી છે.  જેને દેશી કે કાચી શરાબ પણ કહેવામાં આવે છે. કેટલાક રાજયોમાં દેશી શરાબને કાયદેસર રીતે બનાવવા માટે લાયસન્સ મળે છે પરંતુ ગુજરાતમાં દારુના ઉત્પાદન,વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ હોવા છતાં ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદે દારુની ભઠ્ઠીઓમાં શરાબ બને છે અને વેચાય છે. જે મોટે ભાગ પોલિથિન પેકમાં હોય છે જેને પોટલી કહેવામાં આવે છે. 

જાણો, મિથાઇલના કેમિકલ રિએકશનથી સર્જાય છે લઠ્ઠાકાંડ, દારુની ડિસ્ટીલ પ્રોસેસ બની રહી છે જીવલેણ 2 - image

આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા કેટલાક લોકોને આ સસ્તી શરાબનું વ્યસન થઇ જાય છે. એક માહિતી મુજબ ભારતમાં ગેરકાયદે ડિસ્ટિલ પ્રોસેસથી શરાબ બનાવી શકાતી નથી.આ એક એવી જટિલ પ્રક્રિયા છે જેમાંથી દારુ ગાળવો અન સાયન્ટિફિક અને જીવલેણ સાબીત થાય છે. ખાસ પ્રકારની વરાળને લિકિવડમાં રુપાંતરિત કરવામાં આવે છે આ પ્રોસેસમાં મિથાઇલ નિકળે છે અને ત્યાર પછી ઇથાઇલ નિકળે છે. ઇથાઇલ શરીર માટે ખૂબ નુકસાનકારક છે આથી આ કેમિકલને છુટો પાડવામાં આવે તે જરુરી છે.

શરાબને વધુ નશીલી બનાવવાના ચકકરમાં પણ બની જાય છે ઝેરી 

સામાન્ય રીતે ગોળ, પાણી અને યુરિયા વગેરેનો ઉપયોગ કરીને દેશી દારુ ગાળવામાં આવે છે. આ ઉપરાંત અનેક કેમિકલ પણ નાખવામાં આવે છે. જેમકે સડાવાની પ્રક્રિયા માટે ઓકિસટોસિન રસાયણનો ઉપયોગ થાય છે જે ખૂબ નુકસાનકારક છે.ઘણી વાર તો ગોળને ખૂબ સડાવવામાં આવે છે અને તેમાંથી આથો આવે છે જેમાં કયારેક કિડા પણ પડતા હોય છે. છેવટે મિથાઇલયુકત શરાબ બને છે જેનું સેવન જીવલેણ સાબીત થાય છે.

રસાયણોના અસમાન પ્રમાણના લીધે એથિલ આલ્કોહોલના સ્થાને મિથાઇલ આલ્કોહોલ બની જાય છે જે ઝેરી હોય છે. મિથાઇલ આલ્કોહોલ શરીરમાં જઇને ફોર્મિક એસિડ નામનું ઝેર બનાવે છે. કેમિકલ રિએકશન તેજ થવાથી શરીરના અંદરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. કયારેક શરાબને વધુ નશીલી બનાવવાના ચકકરમાં પણ ઝેરી બની જાય છે.