Gujarat

સોજીત્રા તાલુકાના રૂણજ ગામની સગીરાનું અપહરણ

By GS TEAM
6 Sep 20251 min read
સોજીત્રા તાલુકાના રૂણજ ગામની સગીરાનું અપહરણ

- અજાણ્યો શખ્સ ફોસલાવી ભગાડી ગયો હોવાની ફરિયાદ

આણંદ : સોજીત્રા તાલુકાના રૂણજ ગામની ૧૫ વર્ષીય કિશોરીનું કોઈ અજાણ્યો શખ્સ અપરણ કરી લઈ ગયો હતો. 

સોજીત્રા તાલુકાના રૂણજ ગામમાં રહેતી ૧૫ વર્ષીય કિશોરી ગત તા. ૧૫મી ઓગસ્ટના રોજ ઘર નજીક હાજર હતી. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેણીને પટાવી ફોસલાવી કાયદેસરના વાલીપાણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. પરિવારજનોએ ગામમાં અને સગા સંબંધીમાં કિશોરીની શોધખોળ હાથ ધરી હતી પરંતુ, આજ દિન સુધી કોઈ પતો ના લાગતા આખરે કિશોરીના પિતાએ સોજીત્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો દાખલ કર્યો છે.