Gujarat

સામાન લેવા દુકાને ગયેલ સગીરા ગુમ થઈ જવા મામલે અપહરણનો ગુનો નોંધાયો

By GS TEAM
3 Jul 20251 min read
TukuTouch Logo
મૂળ પંચમહાલ અને હાલ વડોદરા શહેરના તરસાલી બાયપાસ ખાતે રહેતા પરિવારની 15 વર્ષની દીકરી ગુમ થઈ જવાની ફરિયાદ કપૂરાઈ પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સામાન લેવા દુકાને ગયેલ સગીરા ગુમ થઈ જવા મામલે અપહરણનો ગુનો નોંધાયો

Vadodara Kidnapping Case : મૂળ પંચમહાલ અને હાલ વડોદરા શહેરના તરસાલી બાયપાસ ખાતે રહેતા પરિવારની 15 વર્ષની દીકરી ગુમ થઈ જવાની ફરિયાદ કપૂરાઈ પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

મજૂરી કામ કરતા પિતાએ પોલીસને જાણ કરી છે કે, ગઈ તા.1 જુલાઈના રોજ સવારે ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ મારી 15 વર્ષની પુત્રી દુકાનેથી સામાન લઈ આવું છું તેમ કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તે ઘરે પરત ફરી નથી. ભારે શોધખોળ કરવા છતાં પુત્રીની ભાળ ન મળતા કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની શંકાએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.