ખેલ મહાકુંભ રજિસ્ટ્રેશનમાં શહેરી કક્ષાએ નવા સિમાંકન મુજબ વ્યવસ્થા થવી જરૂરી
- વોર્ડ મુજબ ઝોનની વહેંચણી કરવા માંગ
- નવા સિમાંકન પ્રમાણે ઝોન નહીં પડાતા ગત વર્ષે ઘણાં ખેલાડીઓને રજિસ્ટ્રેશનમાં વ્યાપક મુશ્કેલી પડી હતી
છેલ્લા ઘણા સમયથી ખેલ મહાકુંભની રજીસ્ટ્રેશનની વેબસાઈટ પર ભાવનગર મહાનરગરપાલિકા કક્ષા (શહેર)ની સ્પર્ધામાં કુલ ૧૭ વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ હકીકતમાં ભાવનગર મહાનગરપાલિકા કક્ષા (શહેર)એ હાલની પરિસ્થિતિ જોઈએ તો કુલ ૧૩ વોર્ડ જ પ્રસ્થાપિત છે જેમાં આ મુજબ છે. વોર્ડ નં. ૧ ચીત્રા ફુલસર નારી, વોર્ડ નં. ૨ કુંભારવાડા, વોર્ડ નં. ૩ વડવા બ, વોર્ડ નં. ૪ કરચલીયા પરા, વોર્ડ નં. ૫ નોર્થ કૃષ્ણનગર રુવા, વોર્ડ નં. ૬ પીરછલ્લા, વોર્ડ નં. ૭ તખ્તેશ્વર, વોર્ડ નં. ૮ વડવા, વોર્ડ નં. ૯ બોરતળાવ, વોર્ડ નં. ૧૦ કાળીયાબીડ સીદસર અધેવાડા, વોર્ડ નં. ૧૧ દક્ષિણ સરદારનગર અધેવાડા, વોર્ડ નં. ૧૨ ઉત્તર સરદારનગર તરસમીયા, વોર્ડ નં. ૧૩ ઘોઘાસર્કલ, અકવાડા. આમ કુલ ૧૩ વોર્ડ છે. ગત વર્ષે પણ ઉપરોક્ત ફેરફાર ન થવાના કારણે ખેલાડીઓ, શાળાઓ, શિક્ષકો તથા ઝોન સંચાલકોને કે.એમ.કે. રજીસ્ટ્રેશન કરતી તથા કરાવતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. જેના ફળસ્વરૂપે અમુક ખેલાડીઓ ભાગ લેવામાં અસફળ રહ્યા હતા. જેથી વોર્ડ મુજબ ઝોનની વહેંચણીની યાદી પણ પ્રસિધ્ધ કરવામાં આવે તો ખેલાડીઓ, શાળાઓ, શિક્ષકો તતા ઝોન સંચાલકો કે.એમ.કે. રજીસ્ટ્રેશનની કામગીરી સુચારુ રૂપે કરી શકે. જે બાબતે સુધારો કરવા ડીએસડીઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રજુઆત કરી છે.