Get The App

70 લોકોની પૂછપરછ, 150 CCTVની તપાસ, મહુધા પોલીસે ઝડપી પાડ્યો ડબલ મર્ડર કેસનો આરોપી

Updated: Apr 24th, 2025

GS TEAM

Google News
Google News
70 લોકોની પૂછપરછ, 150 CCTVની તપાસ, મહુધા પોલીસે ઝડપી પાડ્યો ડબલ મર્ડર કેસનો આરોપી 1 - image

Keda News : ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશન હદવિસ્તારના મહિસા ગામની વાંટા સીમમાં ગત 22 એપ્રિલ, 2025ના રોજ ડબલ મર્ડર કેસની ઘટના બની હતી. સમગ્ર ઘટના મામલે મહુધા પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી હતી. જેમાં આરોપીને ઝડપી પાડવા માટે અમદાવાદ અને ખેડા જિલ્લાની પોલીસની 10 ટીમ બનાવી અને 150થી વધુ CCTV ચકાસીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ઠાસરા તાલુકામાંથી આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ડબલ મર્ડર કેસનો આરોપી ઝડપાયો

મહુધા તાલુકાના મહિસા ગામની વાંટા સીમમાં 22 એપ્રિલે 25 વર્ષીય યુવક અને 21 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકોના માથાના ભાગે ગંભીર ઈજા જોવા મળી હતી. સમગ્ર મામલે મહુધા પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે એફ.એસ.એલ, ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ સહિતની તપાસ કરવામાં આવી હતી. જેમાં પોલીસે 70 લોકોની પૂછપરછ, 150 CCTV ચેક કર્યા હતા. 

આ પણ વાંચો: સુરતમાં મૃતકની પત્નીએ કરેલી VIPને સુરક્ષાની વાત સાચી સાબિત થઈ!, ભાજપ કાર્યાલય પર ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

સમગ્ર મામલે પોલીસે ઠાસરા તાલુકાના ખીજલપુરના ગામ વસાવા ફળિયામાંથી પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઇ નીનામા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. ઘટના અંગે પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, બંને મૃતકોને પોતાના ત્યાં રહેવા માટે ફોસલાવીને બાઈક પર લઈ ગયો હતો. મહિસા ગામની સીમમા આવેલ એક ખુલ્લા ખેતરમાં આશરો આપ્યો હતો. ત્યારે રાત્રિના સમયે આરોપીને યુવક-યુવતીને બોથડ પદાર્થથી માથામાં ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.