Get The App

ખેડાની રાઇસ મિલમાં વિકરાળ આગ, ચારેય તરફ કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટાથી ભયનો માહોલ

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
ખેડાની રાઇસ મિલમાં વિકરાળ આગ, ચારેય તરફ  કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટાથી ભયનો માહોલ 1 - image


Kheda Rice Mill Fire : રાજ્યમાં અવારનવાર આગ લાગવાના બનાવો બનતા હોય છે. ત્યારે ખેડા બસ સ્ટેશન પાસે આવેલી રાઇસ મિલમાં વિકરાળ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. અચાનક રાઇસ મિલમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નડીયાદ અને ખેડાના ફાયર ફાઇટર અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આગની ગંભીરતાને જોતાં ખેડાના મામલતદાર, પી.આઇ અને ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. 


ખેડાની રાઇસ મિલમાં વિકરાળ આગ, ચારેય તરફ  કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટાથી ભયનો માહોલ 2 - image

હાલ ફાયર ફાઇટરના જવાનો આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી જોકે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ વિકરાળ હોવાથી આસપાસમાંથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા છે. 

ખેડાની રાઇસ મિલમાં વિકરાળ આગ, ચારેય તરફ  કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટાથી ભયનો માહોલ 3 - image

Tags :