Gujarat

ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખાટલા બેઠકો શરૂ

By GS TEAM
21 Jun 20252 mins read
ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખાટલા બેઠકો શરૂ

- 273 પંચાયતોમાં પ્રચાર પડઘમ શાંત

- 3,68,102 મતદારો રવિવારે પસંદગીના ઉમેદવાર માટે બેલેટ પેપરથી મતદાન કરશે

નડિયાદ : ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટેના પ્રચાર પડઘમ શુક્રવારે સાંજે ૫ વાગ્યે શાંત થયા હતા. ચૂંટણીમાં કુલ ૩.૬૮ લાખ મતદારો મતદાન કરશે. રવિવારે તમામ ગ્રામ પંચાયતોમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે ચૂંટણીના પરિણામો ૨૫ જૂને જાહેર થશે.

ખેડા જિલ્લામાં કુલ ૨૭૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે. તેમાંથી ૯૧ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી છે, જ્યારે ૧૮૨ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીઓમાં સરપંચ માટે ૧૪૫ ઉમેદવારો અને સભ્ય પદ માટે ૨૪૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે પછી ફોર્મ પરત ખેંચ્યા બાદ આંકડામાં ફેરફાર થયા હતા. ચૂંટણી માટે કુલ ૩,૬૮,૧૦૨ મતદારો નોંધાયા છે. જેમાં ૧,૯૭,૦૭૭ પુરુષ મતદારો અને ૧,૭૧,૦૨૫ ી મતદારોનો સમાવેશ થાય છે. મતદારો ૨૨ જૂનના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરી શકશે. તા. ૨૫ જૂને પરીણામો જાહેર થશે. ત્યારે આજે પ્રચાર પડઘમ શાંત પડતા જ હવે ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે ખાટલા બેઠકોનો દોર શરૂ કર્યો છે. શુક્રવારે સાંજે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોને પ્રલોભનો આપવાની કવાયત પણ તેજ બની હતી. 

બે દિવસ ઉમેદવારો મતદારો સાથે સીધો સંપર્ક સાધી, વ્યક્તિગત રીતે અપીલ કરીને પોતાનો પક્ષ મજબૂત કરવાનો પ્રયાસ કરશે. જોકે, આખરી નિર્ણય તો રવિવારે મતદાન થયા બાદ જ મતપેટીમાં સીલ થશે. મતદારો જનતા જનાર્દન બનીને કોના પર પસંદગી ઉતારે છે તે જોવું રહ્યું.

તાલુકો

સામાન્ય

પેટા 

 

ચૂંટણી

ચૂંટણી

વસો

૦૭

૧૯

નડિયાદ

૦૦

૨૩

માતર

૧૪

૨૮

ખેડા

૧૦

૨૧

મહેમદાવાદ

૦૬

૩૨

મહુધા

૦૬

૨૧

કપડવંજ

૦૪

૪૪

કઠલાલ

૦૭

૨૪

ગળતેશ્વર

૧૬

૨૧

કુલ

91 

 182