Get The App

ખેડા જિલ્લામાં 24,305 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
ખેડા જિલ્લામાં 24,305 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર 1 - image


- કપડવંજ તાલુકામાં સૌથી વધુ 13,334 હેક્ટરમાં વાવણી 

- ધાન્ય પાકનું 2760, કઠોળ- 3277, તેલીબિયા- 204, શાકભાજીનું 4622 હેક્ટરમાં વાવેતર 

નડિયાદ : ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે અનુકૂળ સિઝન અને સારા વરસાદના કારણે ખરીફ વાવેતર ૨૪,૩૦૫ હેક્ટરમાં થયું છે. જિલ્લામાં સૌથી વધુ કપડવંજ તાલુકામાં ૧૩,૩૩૪ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. વરસાદે વિરામ લેતા વાવેતર વિસ્તારમાં હજૂ પણ વધારો થશે. 

ખેડા જિલ્લામાં વરસાદે વિરામ લેતા વાવેતર વિસ્તારમાં પણ વધારો થઇ રહ્યો છે. જેમાં ધાન્ય પાકનું ૨૭૬૦, કઠોળ- ૩૨૭૭, તેલીબિયાનું ૨૦૪, શાકભાજીનું ૪૪૧૪, ઘાસચારાનું ૪,૬૨૨ હેક્ટરમાં   વાવેતર કરાયું છે.  ખેડા જિલ્લામાં સૌથી વધુ કપડવંજ તાલુકામાં ૧૩,૩૩૪ હેક્ટરમાં મગફળી સહિત વિવિધ પાકનું વાવેતર કરાયું છે.ગળતેશ્વર તાલુકામાં ૩૯૦. ખેડા અને મહુધામાં ૧૩૮, માતર તાલુકામાં ૧૧૪૪, નડિયાદમાં ૧૬૨૨, વસોમાં ૮૬૨ હેક્ટરમાં વાવેતર કરાયું છે. તાલુકાઓમાં નોંધપાત્ર વાવેતર થયું છે.

ચાલુ વર્ષ અનુકૂળ સિઝન અને પાકમાં રોગચાળો ન આવે તો વિવિધ પાકનું પુષ્કળ ઉત્પાદન થવાની સંભાવના છે.  

ખેડા જિલ્લામાં ડાંગરની સિઝનના પ્રારંભમાં 2760 હેક્ટરમાં વાવેતર 

ખેડા જિલ્લામાં ખરીફ સિઝનમાં ડાંગરનું વાવતર ગત વર્ષની તુલનાએ પ્રારંભિત તબક્કામાં ઓછું થયું છે. ગત વર્ષે ખેડા જિલ્લામાં સિઝન દરમિયાન કુલ ૧,૧૫,૫૯૬ હેક્ટરમાં વાવેતર થયું હતું. જયારે ચાલુ વર્ષે ડાંગરનું સિઝનના પ્રારંભમાં ૨,૭૬૦ હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષના તુલનામાં વાવેતરમાં મોટા તફાવત છે. જોકે હજુ વરસાદના એકથી બે રાઉન્ડ દરમિયાન વાવેતર વિસ્દતર વધશે.  

Tags :