ગાંધીનગર તાલુકામાંથી પસાર થતી ખારી નદી બે કાંઠે ઃ કોઝવે પર અવરજવર જોખમી
હાથમતી અને સાબરમતી નદી ભરાઇ ગયા બાદ
ડભોડા-વડોદરા ગામ વચ્ચેનો કોઝ વે સામાન્ય વરસાદમાં બંધ કરવાની નોબત ઃ ઓવરબ્રીજ બનાવવા પ્રબળ માંગ
ખારી નદીમાં પહેલીવખત પાણી આવ્યું છે જેને પગલે સમગ્ર
વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો. નદીમાં પાણી આવવાથી ખેડૂતો અને સ્થાનિક
લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે,
કારણ કે આ પાણીનો ઉપયોગ સિંચાઈ અને પીવાના પાણીના ોતોને ફરીથી ભરવા માટે
થશે.ખારી નદીમાં પાણી આવવાની ઘટના ખેડૂતો માટે ખુશીની વાત છે પરંતુ સ્થાનિર વાહન
વ્યવહાર માટે જોખમની વાત છે. ડભોડા-વડોદરા ગામ વચ્ચેથી પસાર થતી ખારી નદી પરનો કોઝ
વે સામાન્ય પાણી આવે તો પણ તે જળમગ્ન થઇ જાય છે એટલુ જ નહીં, સ્થાનિક
વાહનચાલકો આ કોઝ વે પરથી જીવના જોખમે અવર જ વર કરતા હોય છે જે દુર્ઘટના નોંતરી શકે
તેમ છે ત્યારે સ્થાનિક તંત્રએ અહીં સલામતીના પગલાં લેવા આવશ્યક હાવા માટે રજુઆત
કરવામાં આવી છે.
એટલુ જ નહીં,
કોઝવે પર ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળ્યા બાદ પણ તેનું નિર્માણકાર્ય શરૃ થયું
નથી. આ માર્ગ બંધ થવાથી લોકોને લાંબા અંતરનો ફેરો લેવાની ફરજ પડે છે, જેનાથી સમય અને
શક્તિ બંનેનો વ્યય થાય છે. સ્થાનિક તંત્રએ તાત્કાલિક ધોરણે સલામતીના પગલાં ભરવા
અને ઓવરબ્રિજનું કામ ઝડપથી શરૃ કરવું જોઈએ. આ બાબતે લોકોમાં ભારે રોષ જોવા મળી
રહ્યો છે. જો આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે નહીં આવે તો સ્થાનિકોને ભારે હાલાકીનો
સામનો કરવો પડશે.