Gujarat

સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11

By GS TEAM
16 Feb 20261 min read
સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11

વડોદરાઃ બોમ્બ બ્લાસ્ટની ધમકીના મેલનું ખાલિસ્તાની કનેક્શન બહાર આવતાં પોલીસે મેલ મોકલનાર એડ્રેસને આધારે તપાસ શરૃ કરી છે.

વડોદરા શહેર-જિલ્લાની સ્કૂલોમાં મળેલા મેલ એક જ સરખા હતા અને તેમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સરીના લોરેન્ઝો-લોરેન્ઝોસરીના5 @જીમેઇલ તેમજ તોનીતા રોસેર-તોનીતરોસે6678 @ હોટ મેલ.કોમના નામે મળેલા મેલમાં તૂટીફૂટી ભાષાનો ઉલ્લેખ છે.

જેમાં બોમ્બ બ્લાસ્ટ બરોડા સ્કૂલ્સ @1.11 ગુજરાત બન ગયા ખાલિસ્તાન,કાર બોમ્બ બ્લાસ્ટ સ્કૂલ બસીસ ઇન અમદાવાદ-વડોદરા ખાલિસ્તાન શીખન દે દુશ્મન ગુજરાતી..મોદી-શાહ..નિશાની તે કાર બોમ્બ ધમાકે,હથિયાર ખાલિસ્તાન દા, પંજાબ દે આઝાદી તક હિન્દુસ્તાન દે તુકરે તુકરે..જેવું લખાણ લખવામાં આવ્યું છે.

ધમકી માટે વીપીએન સર્વિસ પ્રોવાઇડર બીજા દેશોના હોય છે અને તેઓ મદદ કરતા નથી,ડાર્કવેબનો પણ ઉપયોગ

વડોદરામાં અગાઉ એરપોર્ટ,શૈક્ષણિક સંકુલો,હોટલ,કલેક્ટર કચેરી,ઉદ્યોગો, સરકારી કચેરીઓ વગેરેને ધમકીના મેલ મળ્યા હતા.જેની તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવી રહી છે.પરંતુ મોટાભાગના બનાવોમાં પોલીસ મેલ મોકલનારાઓ સુધી પહોંચી શકતી નથી. 

સાયબર એક્સપર્ટના કહેવા મુજબ ધમકી આપનારા વર્ચ્યુલ પ્રાઇવેટ નેટવર્ક(વીપીએન) નો ઉપયોગ કરતા હોય છે.તેઓ આઇપી બદલી નાંખતા હોય છે અને વીપીએન સર્વિસ પ્રોવાઇડર બહારના દેશોના હોવાથી તેઓ આપણને સહકાર આપતા નથી.આવી જ રીતે ડાર્કવેબનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે.જેથી પોલીસ માટે ખૂબ જ પડકારરૃપ  બની જતું હોય છે.