Get The App

સરદાર પટેલ રીંગરોડ ના વિકાસને ધ્યાનમા રાખી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ ખાતે વધુ ૧૦૦ MLD ક્ષમતાનો પ્લાન્ટ બનાવાશે

રીંગરોડ સમાંતર વસ્ત્રાલથી કમોડ સુધી છ લાખની વસ્તીને પાણી મળશે, પ્લાન્ટ માટે ૨૭૫૧૬ ચોરસમીટર જમીન સંપાદન કરાઈ

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
સરદાર પટેલ રીંગરોડ ના વિકાસને ધ્યાનમા રાખી  રાસ્કા વોટર ટ્રીટમેન્ટ ખાતે વધુ ૧૦૦ MLD ક્ષમતાનો પ્લાન્ટ  બનાવાશે 1 - image

અમદાવાદ,શુક્રવાર,27 ફેબ્રુ,2026

અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ સમાંતર થઈ રહેલા વિકાસ અને ભવિષ્યની વસ્તીની માંગને ધ્યાનમાં લઈ રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વધુ ૧૦૦ એમ.એલ.ડી. ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા પાણી સમિતિએ  દરખાસ્ત મંજૂર કરી છે.રુપિયા ૪૮.૫૦ કરોડના ખર્ચથી આ પ્લાન્ટ બનાવવા કોન્ટ્રાકટર ક્રિષ્ના કોર્પ ઈન્ડિયાને કામ અપાયુ છે. પ્લાન્ટ કાર્યરત થયા પછી રીંગરોડ સમાંતર વસ્ત્રાલથી કમોડ સુધી છ લાખની વસ્તીને પાણી મળશે. યવલજ ગામની ૨૭૫૧૬ ચોરસમીટર જમીન સંપાદન કરવામા આવી છે.

૧૯૯૮-૯૯માં  અમદાવાદમાં પાણીની અછત ઉભી થતા જીંજર ગામ પાસે રો-વોટર પમ્પ હાઉસ બનાવી કોતરપુર વોટર વર્કસ સુધી ૩૨ કિલોમીટરની લંબાઈમાં ટ્રંક મેઈન લાઈન નાંખી કોતરપુર વોટર વર્કસના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રો વોટર મેળવવાનુ નકકી કરવામા આવ્યુ હતુ.કોતરપુર ખાતે સરદાર સરોવરની મુખ્ય નહેરમાંથી ગ્રેવીટી સાથે પાણી મળી રહે એમ હોઈ મુખ્ય કેનાલથી પાઈપલાઈન નાંખી કોતરપુર ખાતે રો વોટર મેળવવામા આવેલ અને રાસ્કા ખાતેનુ રો વોટર પમ્પહાઉસ બંધ કરવામા આવ્યુ હતુ.શહેરની પાણીની જરુરીયાતને ધ્યાનમા રાખીને ૩૫ કરોડના ખર્ચે રાસ્કા ખાતે ૨૦૦ એમ.એલ.ડી.ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામા આવ્યો હતો.વર્ષ-૨૦૧૦માં બનાવવામા આવેલા આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી હાલમાં ૨૦૦ એમ.એલ.ડી.પાણી ટ્રીટ કરી પૂર્વ અને દક્ષિણ ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમા પુરુ પાડવામા આવે છે.રાસ્કા ખાતે ૩૦૦ એમ.એલ.ડી.રો વોટર સોર્સની ક્ષમતા હોવાથી તથા અમદાવાદ સુધીની ૨૧૦૦  મી.મી.વ્યાસની લાઈનમાં ૩૦૦ એમ.એલ.ડી.સુધીનુ પાણી વહન કરવાની ક્ષમતા છે.પ્લાન્ટ બનાવવા પુરતી જગ્યા નહી હોવાથી સરકાર સાથે સંકલન કરી જમીન મેળવાઈ છે.