Get The App

વડોદરાઃજૂના પ્રેમીને છોડી મુકેશ સાથે રહેવા આવેલી કવિતાએ રાતે ફાંસો આપી મુકેશની હત્યા કરી

પોસ્ટમોર્ટમમાં ઘટસ્ફોટ થતાં કવિતાએ કબૂલાત કરી,લાશને ઢસડીને બેડરૃમમાં મુકી આવી

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાઃજૂના પ્રેમીને છોડી મુકેશ સાથે રહેવા આવેલી કવિતાએ રાતે ફાંસો આપી મુકેશની હત્યા કરી 1 - image

વડોદરાઃ નવાયાર્ડ વિસ્તારમાં પ્રેમીને ઘેર રહેવા આવેલી  પ્રેમિકાએ રાતે દારૃ બાબતે બોલાચાલી બાદ દુપટ્ટાથી ગળે ફાંસો આપી દેતાં પ્રેમીનું મોત નીપજ્યું હતું.પ્રેમિકાએ હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ પોસ્ટમોર્ટમમાં ફાંસો આપવામાં આવ્યો હોવાનું ખૂલતાં કવિતા ભાંગી પડી હતી.

નવાયાર્ડના રાજીવનગર ખાતે બનેલા બનાવ અંગે દિનેશ બાબુભાઇ પરમારે પોલીસને કહ્યું છે કે,હું અને મારો ભાઇ મુકેશ સાથે રહીએ છીએ અને છુટક મજૂરી કરીએ છીએ.મુકેશ ત્રણ મહિના પહેલાં જ ગુજરાત એસ્ટેટમાં પેકેજિંગ કંપનીમાં કામે લાગ્યો હતો.

દિનેશે કહ્યું છે કે,અમારી નજીકમાં આવેલા રામનગરમાં કવિતા રહે છે.જે અગાઉ પ્રકાશ ઉર્ફે ચિન્ટુ મકવાણા સાથે રહેતી હતી અને ચાર મહિનાથી મારા ભાઇ મુકેશ સાથે પ્રેમ થતાં મુકેશ તેને ત્યાં રહેતો  હતો.છેલ્લા ૧૫ દિવસથી મુકેશ કવિતાને અમારા ઘરમાં રહેવા લાવ્યો હતો.

તા.૧લીએ રાતે મારા કાકાની પુત્રીનું મોત થતાં અમે બંને ભાઇ મધરાતે ઘેર આવીને નાહ્યા હતા.ત્યારબાદ હું જમીને રસોડામાં સૂવા ગયો હતો.ત્યારબાદ રાતે પોણા બે વાગે કવિતાએ મને ઉઠાડયો હતો અને તમારા ભાઇ બોલતા નથી તેમ કહ્યું હતું.જેથી હું બેડરૃમમાં ગયો ત્યારે મારો  ભાઇ નીચે જમીન પર ચત્તોપાટ પડેલો હતો.અમે દવાખાને લઇ જતાં તેને મરણ પામેલો જાહેર કર્યો હતો.

પોસ્ટમોર્ટમ દરમિયાન તેનું મોત ગળે ફાંસો આપવાથી થયું હોવાનું ખૂલતાં અમે કવિતાને પૂછ્યું હતું.જેથી તેણે મુકેશ દારૃ પી ને આવ્યો હોવાથી ઝઘડો થતાં મુકેશે નખ માર્યા હોવાનું કહ્યંુ હતું.જેથી તેણે પણ દુપટ્ટો મુકેશને ગળે નાંખી ખેંચી રાખતાં તેનું મોત નીપજ્યું હતું.ત્યારબાદ તે લાશને પહેલા રૃમમાંથી ખેંચીને બેડરૃમમાં લઇ આવી હતી. ફતેગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Tags :