કૌભાંડી મોન્ટુ પટેલનું કાઠિયાવાડ કનેક્શન પીએચડીની ડિગ્રી સૌરાષ્ટ્ર યુનિ.માંથી મેળવી
નિયમોનો છડેચોક ભંગ કરી ફાર્મસી કોલેજોની મંજૂરી આપનાર : ફાર્મસી ભવનમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ નેનો ટેકનોલોજી બેઇઝ્ડ HIV એઇડ્સની સારવાર અંગે રજૂ કરવામાં આવેલો મહાશોધ નિબંધનો મુદે ચર્ચાસ્પદ
રાજકોટ, : રાજ્યમાં ફાર્મસી કોલેજોને ગેરકાયદે માન્યતા આપવાના ચર્ચાસ્પદ કૌભાંડમાં ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના ઘેર સીબીઆઇની રેડ પડયા બાદ સમગ્ર પ્રકરણ રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યા પછી આજરોજ મોન્ટુ પટેલનું સૌરાષ્ટ્ર યુનિ. સાથેનું કનેક્શન બહાર આવ્યું હતું. ચાર વર્ષ અગાઉ તેણે અહીં સૌરાષ્ટ્ર યુનિ.નાં ફાર્મસી ભવનના ગાઇડના માર્ગદર્શન હેઠળ પીએચડીનાં અધ્યાપકોમાં આજે ચર્ચાસ્પદ બન્યો હતો.
ફાર્મસી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન બન્યા પછી કમીટીમાં પોતાના માણસો ગોઠવી ફાર્મસી કોલેજોની મંજૂરીના નિયમોમાં તોડ મરોડ કરોડો રૂપિયાની કમાણીના આરોપ સાથે સીબીઆઇ દ્વારા કૌભાંડી મોન્ટુ પટેલ સામે જે તપાસ ચાલી રહી છે તેમા ચોકાવનારા પ્રકરણો બહાર આવ્યા છે. દરમિયાન આજે સૌરાષ્ટ્ર યુનિ.ના ફાર્મસી ભવન હેઠળ મોન્ટુ પટેલે પીએચડી રજિસ્ટ્રેશન કરાવી વર્ષ 2019માં ડિગ્રી મેળવી હોવાનું બહાર આવ્યું હતું. યુનિ.ના સુત્રોએ જણાવ્યું હતું કે મોન્ટુ પટેલના પીએચડીના ગાઇડ તરીકે નિરવ વી. પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓ પણ અમદાવાદમાં જ હતા. પાંચ વર્ષ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા અહીં ફાર્મસી ભવનમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ મોન્ટુ પટેલે ડેવલોપમેન્ટ એન્ડ કરેક્ટરાઇઝેશન ઓફ નેનો ટેકનોલોજી બેઇઝ સીસ્ટમ ફોર ધી ઇફેક્ટીવ ટ્રીટમેન્ટ ઓફ એચઆઇવી એઇડ્સ નામના વિષય હેઠળ મહા શોધ નિબંધ રજુ કર્યો હતો. ગાઇડ નિરવ પટેલ પણ અત્યારે વિદેશ હોવાનું જાણવા મળે છે. સૌરાષ્ટ્ર યુનિ.ના અધ્યાપકોમાં ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. ઉત્પલ જોષીએ જણાવ્યું હતું કે યુજીસીના કામ અંગે આજે હુ દિલ્હી આવ્યો છો તેથી મોન્ટુ પટેલની પીએચડીની ડિગ્રી અંગેની વિગતો ચકાસવાની બાકી છે. તા.૯ને બુધવારે રાજકોટ આવ્યા બાદ તપાસ કર્યા પછી આ અંગેની સાચી હકિકત જાણવા મળશે તેમ તેઓએ કહ્યું હતું.