PHOTOS: સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો
Kashtbhanjandev Temple Salangpur: સાળંગપુરધામ સ્થિત સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવારે (30મી ઓગસ્ટ)ના દાદાને દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યા હતા.વિવિધ પ્રકારના સૂકા મેવા અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતી 5.30 વાગ્યે તેમજ 7:00 વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
શનિવારે સવારે 8.00 વાગ્યે શ્રી હરિ મંદિરમાં ગણપતિદાદાનું પૂજન -અર્ચન-આરતી કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને બદામ, પિસ્તા, અંજીર, કાજુ અને અન્ય વિવિધ પ્રકારના સૂકા મેવા અને ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. આ અન્નકૂટ દર્શન અનેક ભક્તોએ કરી ધન્યતા અનુભવી હતી.