કર્ણાટકા બેંકના મેનેજરની જામીન અરજી નામંજૂર
તપાસમાં ૪૧૬ એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું ખુલ્યું હતું
વડોદરા : સાયબર ફ્રોડ કરતા આરોપીઓને નાણાંકીય વ્યવહારો માટે બેંક એકાઉન્ટ પૂરા પાડવાનું કૌભાંડ સપાટી પર આવ્યા બાદ આ બનાવમા પોલીસે કર્ણાટકા બેંકના મેનેજરની પણ ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા મેનેજરે જામીન અરજી મુકતા અદાલતે અરજદારની અરજી રદ કરી હતી.
બનાવની વિગત એવી છે કે, વડોદરા તાલુકા પોલીસે અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી
પઠાણને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેની પાસેથીઅલગ - અલગ
બેંકના ડેબિટ કાર્ડ, સીમ કાર્ડ તથા મોબાઇલ ફોન મળી આવ્યા
હતા.પૂછપરછ દરમિયાન આ શખ્સે તેની સાથે
મદદગારીમાં સોહિલખાન ફિરોજખાન પઠાણ તથા
મોહંમદઉમર મોહંમદસાજીદ ચોખાવાલા પણ સામેલ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ત્રણે આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગરીબ
લોકોને રૃપિયાની લાલચ આપી બનાવટી સિક્કા તથા દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી બેંક
એકાઉન્ટ ખોલાવડાવતા હતા. તેે બેંક એકાઉન્ટની ચેકબૂક, પાસબૂક,
એ.ટી.એમ. કાર્ડ સાથેની કીટ એન્થની નામના વ્યક્તિને મોકલી આપતા હતા.
આરોપીઓ ગુનો કરવા માટેનું કાવતરું રચી એકાઉન્ટ ધારકો સાથે છેતરપિંડી કરતા હતા.ે
આરોપીઓ પાસેથી ૪૧૬ એ.ટી.એમ. કાર્ડ મળી આવતા તેઓએ ખોટી રીતે ૪૧૬ એકાઉન્ટ
ખોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
તપાસમાં કર્ણાટકા બેંકના મેનેજર પૂર્ણપ્રજ્ઞાા કૃષ્ણાજી અનંત
કુલકર્ણીની સંડોવણી સપાટી આવતા પોલીસે આ શખ્સની પણ ધરપકડ કરી હતી પોલીસે ધરપકડ બાદ
હાલ જેલમાં રહેલા આરોપી પૂર્ણપ્રજ્ઞાાએ જામીન અરજી મુકતા સરકાર તરફે રજૂઆત કરવામાં
આવી હતી કે,
અરજદાર મેનેજર છે અને તેણે ખાતાધારકોની માહિતી આરોપીને આપી છે.
બનાવની તપાસ હાલ ચાલી રહી છે અને આરોપી સામે પ્રથમદર્શનીય ગુનો છે.