ચાર્જશીટ બાદ કર્ણાટક બેંકના મેનેજરે મુકેલી જામીન અરજી રદ

વડોદરા : સાયબર ફ્રોડ કરતા આરોપીઓને નાણાંકીય વ્યવહારો માટે બેંક એકાઉન્ટ પૂરા પાડવાનું કૌભાંડ સપાટી પર આવ્યા બાદ આ બનાવમા કર્ણાટક બેંકના મેનેજરની જામીન અરજી કોર્ટે રદ કરી હતી. તપાસમાં ૪૧૬ એકાઉન્ટમાં રૃા.૨૦૦ કરોડથી વધુના ટ્રાન્ઝેકશન થયા હોવાનું જણાયું હતું.
બનાવની વિગત એવી છે કે, વડોદરા તાલુકા પોલીસે અર્શદ ઉર્ફે અમન મહેસરઅલી
પઠાણને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેની પાસેથી અલગ - અલગ
બેંકના ડેબિટ કાર્ડ, સીમ કાર્ડ તથા મોબાઇલ ફોન મળી આવ્યા
હતા.પૂછપરછ દરમિયાન આ ઇસમે તેની સાથે
મદદગારીમાં સોહિલખાન ફિરોજખાન પઠાણ તથા
મોહંમદઉમર મોહંમદસાજીદ ચોખાવાલા પણ સામેલ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ત્રણે આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગરીબ
લોકોને રૃપિયાની લાલચ આપી બનાવટી સિક્કા તથા દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી બેંક
એકાઉન્ટ ખોલાવડાવતા હતા. તેે બેંક એકાઉન્ટની ચેકબૂક, પાસબૂક,
એ.ટી.એમ. કાર્ડ સાથેની કીટ એન્થની નામની વ્યક્તિને મોકલી આપતા હતા.
આરોપીઓ ગુનો કરવા માટેનું કાવતરું રચી એકાઉન્ટ ધારકો સાથે છેતરપિંડી કરતા હતા.ે
આરોપીઓ પાસેથી ૪૧૬ એ.ટી.એમ. કાર્ડ મળી આવતા તેઓએ ખોટી રીતે ૪૧૬ એકાઉન્ટ
ખોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
તપાસમાં કર્ણાટક બેંકના મેનેજર પૂર્ણપ્રજ્ઞાા કૃષ્ણાજી અનંત
કુલકર્ણીની સંડોવણી સપાટી પર આવતા પોલીસે આ શખ્સની પણ ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી
પૂર્ણપ્રજ્ઞાા કુલકર્ણીએ ચાર્જશીટ બાદ જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી
નામંજૂર કરી હતી.








