Get The App

વડોદરાના ખેલાડીઓનો કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ : 08 ગોલ્ડ, 05 સિલ્વર અને 05 બ્રોન્ઝ મેડલ સાથે ગૌરવ વધાર્યું

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના ખેલાડીઓનો કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ : 08 ગોલ્ડ, 05 સિલ્વર અને 05 બ્રોન્ઝ મેડલ સાથે ગૌરવ વધાર્યું 1 - image

Vadodara : નાશિક ખાતે તા.8 થી 9 નવેમ્બર દરમિયાન કરાટે ડો એસોસિએશન ઑફ મહારાષ્ટ્ર દ્વારા આયોજિત 5મી વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ 2025 માં વડોદરાના ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. 

નાશિકના ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અદગાઓ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરના લગભગ 1000 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કરાટે ડો ફેડરેશન ગુજરાતના નેજા હેઠળ ભાગ લેનાર ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન –ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડેમી વડોદરાના 25 ખેલાડીઓએ વિવિધ રાજ્યોના પ્રતિસ્પર્ધીઓને હરાવીને કુલ 08 ગોલ્ડ, 05 સિલ્વર અને 05 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીઓમાં રીતિ કડિયા, ક્રિશી શાહ, ઈમાન પમીના, વિહાન ફળતણકાર, માહિર પ્રજાપતિ, વંશ પ્રજાપતિ, ઋષિ ઉપાધ્યાય અને મનિત પટેલનો સમાવેશ થાય છે. પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવનાર ખેલાડીઓ હવે આવનારી ઓલ ઇન્ડિયા ઇન્ટરઝોનલ કરાટે સ્પર્ધા માટે દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે. વિજેતાઓને ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયાના પ્રમુખ અને વાડો ફિટનેસ એકેડેમીની ચીફ કોચ શિહાન રીન્કુ સોઢી, ટીમ કોચો તેમજ સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવાયા હતા.