Get The App

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો 1 - image

- નિયમોનો ભંગ કરતા એકમો સામે કાર્યવાહી 

- ફેબુ્રઆરી માસ દરમિયાન વિવિધ એકમો ખાતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા ફેબુ્રઆરી માસ દરમિયાન જાહેરમાં ગંદકી ફેલાવતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ૧૮૧ એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મનપાએ કુલ રૂપિયા ૧.૮૩ લાખ ઉપરાંતનો દંડ વસૂલ્યો હતો.

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા ફેબુ્રઆરી માસ દરમિયાન વિવિધ એકમો ખાતે આકસ્મિક તપાસણી કરતા જાહેરમાં ગંદકી કરતા ૧૫૭ એકમો સામે દંડનીય કાર્યવાહી કરીને રૂપિયા ૭૫,૮૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ૨૪ એકમો સામે દંડનીય કાર્યવાહી કરી રૂપિયા ૧,૦૭,૫૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, આમ, ફેબુ્રઆરી માસ દરમિયાન આકસ્મિક તપાસણી દરમિયાન ૧૮૧ એકમો સામે મહાનગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરીને કુલ રૂપિયા ૧,૮૩,૩૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા વિવિધ એકમોને ખાસ તાકીદ કરવામાં આવી છે કે, મનપા વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવામાં યોગદાન આપે. જાહેરમાં ગંદકી ન કરે અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.