વલ્લભ વિદ્યાનગરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ સ્વચ્છતાના અભાવે સીલ
- તહેવારોને લઇ આગામી દિવસોમાં ખાણીપીણીના એકમો, હોટલ, લારીઓ, ગલ્લાઓ, દુકાનોમાં તપાસ કરાશે
આણંદ : કરમસદ - આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમોએ આજ વલ્લભ વિદ્યાનગરમાં ખાણીપીણીના એકમોમાં આકસ્મિક તપાસ કરી હતી. શહેરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સીલ કરાઇ હતી.
મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગ, એસ્ટેટ વિભાગની ટીમોએ આજે હોટલો, રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરી હતી. જેમાં વલ્લભ વિદ્યાનગરની કપિલદેવ સુપર સ્ટોર- ફાસ્ટ ફૂડ- મગ પુલાવમાં ચકાસણી કરાતા ગંભીર ક્ષતિઓ જણાઇ હતી. જેના પગલે તાત્કાલિક કાયદાની જોગવાઇઓને આધીન જીપીએમસીની કલા ૩૭૬ એ અંતર્ગત કપીલ દેવા ફાસ્ટફૂડને સીલ કરી દેવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં તહેવારોને જઇ મહાનગર પાલિકા વિસ્તારોમાં ખાણીપીણીના એકમો, હોટલ, લારી ગલ્લાઓ દુકાનો અને રેસ્ટોરન્ટની ઓચિંતિ તપાસ કરાશે. જેમાં જાહેર આરોગ્ય જોખમાતુ હશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.