Get The App

મોડીરાતે કાન્હા ગુ્રપના ભાગીદાર બિલ્ડરનો કાકા સસરા પર હુમલો

ઘરની બહાર કાકા સસરા સૂતા હતા ત્યારે બિલ્ડરે મર્સિડિઝ કારમાં આવી ડંડાથી ઝૂડી નાંખ્યા

બિલ્ડર રોજ દારૃ પીને પત્નીને મારઝૂડ કરતો હતો

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
મોડીરાતે કાન્હા ગુ્રપના ભાગીદાર બિલ્ડરનો કાકા સસરા પર  હુમલો 1 - image

વડોદરા,વડોદરાના કાન્હા ગુ્રપના બિલ્ડરે ગઇકાલે મોડીરાતે પોતાના સાગરીતો સાથે જઇ કાકા સસરા પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.  હુમલાખોરોએ વિસ્તારમાં ભય અને આતંકનું વાતાવરણ ઉભું કરી દીધું હતું. જાહેરમાં જ ગાળો બોલી ડંડા વડે માર મારી આરોપીઓ ભાગી છૂટયા હતા. છાણી પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

છાણી ગોદામા પેટ્રોલપંપ નજીક હરિભાઇ એસ્ટેટમાં  રહેતા જગદીશ રસિકભાઇ ઠક્કર ( ઉં.વ.૪૬) દુમાડ ચાર રસ્તા પાસે  આવેલ શિવ લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં નોકરી કરે છે. છાણી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  ખંભાતમાં રહેતા મારા મોટા ભાઇ લાલજીભાઇની દીકરી નમ્રતાના લગ્ન ઇલોરાપાર્ક આમ્રકુંજ સોસાયટીમાં રહેતા ધવલ દિપકભાઇ ઠક્કર સાથે ૧૪ વર્ષ પૂર્વે થયા હતા. મારા જમાઇ ધવલભાઇ કાન્હા ગુ્રપ બિલ્ડરના  પાર્ટનર છે.તેઓ રોજ દારૃ પીવાની ટેવ વાળા હોઇ રોજ દારૃ પીને ઘરે આવી મારી ભત્રીજી સાથે ઝઘડો કરી માર મારતા હતા. 

તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે,  ગઇકાલે રાતે હું જમીને પોણા અગિયાર વાગ્યે મારી રૃમ પર આવ્યો હતો. ઘરની બહાર ખાટલામાં હું સૂતો હતો. તે સમયે અચાનક ૬ બાઇક અને એક મર્સિડિઝ કાર આવી મારા ખાટલા નજીક ઉભી રહી હતી. સફેદ કલરની મર્સિડિઝ કારમાં ધવલ ઠક્કર હતા. તેમણે જોરથી બૂમ પાડી તેની સાથે આવેલા લોકોને સુનિલ, શંભુ, વૈભવ કરીને બોલાવતો હતો. તે કહેતો હતો  કે, આ જગદીશ છે. તેને સીધો કરી દેવાનો છે. હુમલાખોરોએ ડંડા વડે મને માર માર્યો હતો. એક આરોપીએ નજીકમાં પડેલી સાઇકલ ઉંચકીને મારા પર ફેંકી હતી.


નજીકમાં રહેતા નિર્દોષ નાગરિકને પણ માર માર્યો 

 વડોદરા, જગદીશભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, મારી નજીકની  રૃમમાં રહેતા ગણેશભાઇ ત્યાં ઉભા હોઇ તેઓને પણ હુમલાખોરોએ લાકડી વડે માર માર્યો હતો. થોડીવાર સુધી મને માર માર્યા પછી  હુમલાખોરો ભાગી ગયા હતા. મને માથામાં સાતથી આઠ ટાંકા આવ્યા હતા. તેમજ ડાબા પગના અંગુઠા પર ફ્રેક્ચર થયું હતું.


કાકા સસરા  પર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

 વડોદરા,બિલ્ડર ધવલ ઠક્કરે કાકા સસરાના ઘરે સાગરીતો સાથે ધસી જઇ આતંક મચાવ્યો હતો. સૂવાની તૈયારી કરતા કાકા સસરાને ડંડા વડે માર માર્યો હતો. એક સાગરીતે તેમના પર છૂટ્ટી સાઇકલ પણ ફેંકી હતી. આ મારામારીનો વીડિયો આજે બપોરથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના પગલે પોલીસ તંત્ર પણ દોડતું થઇ ગયું છે. 


સગા  સંબંધીઓને મોબાઇલ પર ગાળો લખીને મોકલતો

 વડોદરા,જગદીશભાઇએ જણાવ્યું હતું કે, મારા જમાઇના  ત્રાસના કારણે મારી ભત્રીજી અવાર - નવાર મારા ભાઇના ઘરે પિયરમાં જતી રહેતી હતી. મારા ભાઇ તથા સંબંધીઓ ધવલ ઠક્કરને સમજાવે ત્યારે તેઓ ઉશ્કેરાઇને  અમને મોબાઇલ પર ગાળો મેસેજ કરતા હતા. પરંતુ, મારી ભત્રીજી સંતાનોનું જીવન બગડે નહીં તે માટે ત્રાસ સહન કરતી હતી.



બે મહિના  પહેલા પણ ફોન કરીને ગાળો બોલીને ઝઘડો કર્યો હતો

 વડોદરા,ઇજાગ્રસ્ત જગદીશભાઇએ વધુમા ંજણાવ્યું છે કે, ગત ૧૪ મી માર્ચે ધવલ ઠક્કરે બપોરે ફોન કરીને મને ગાળો બોલતા હતા. મેં તેઓને ગાળો નહીં બોલવાનું કહ્યું હતું. અમારે ફોન પર બોલાચાલી થઇ હતી. તે સમયે હું કામ માટે બહાર ગયો હતો. ધવલ ઠક્કર મારી રૃમ પર આવ્યો હતો અને ફોન કરીને મને ગાળો બોલ્યો હતો.

Tags :