કાકા સસરા પર હુમલો કરનાર કાન્હા ગ્રુપનો બિલ્ડર ધવલ ઠક્કર ફરાર
વડોદરાઃ વડોદરાના કાન્હા ગુ્રપના બિલ્ડરે મોડીરાતે પોતાના સાગરીતો સાથે
જઇ કાકા સસરા પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવાના
ચકચારી બનાવમાં છાણી પોલીસે બિલ્ડરના ઘેર દરોડો પાડતાં તે ફરાર થઇ ગયો
હોવાનું જણાઇ આવ્યું હતું.પોલીસે ત્રણ સાગરીતોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.
છાણી ગોદામા પેટ્રોલપંપ નજીક રહેતા જગદીશ રસિકભાઇ ઠક્કરે તેની
ભત્રીજી નમ્રતા પર પતિ ધવલ ઠક્કર દ્વારા દારૃ પીને અત્યાચાર ગુજારવામાં આવતો
હોવાથી તે પિયરમાં આવી ગઇ હતી.જેને કારણે જગદીશભાઇએ ભત્રીજા જમાઇને ઠપકો આપતાં
તેણે અગાઉ પણ એકવાર હુમલાનો પ્રયાસ કર્યો
હતો.
બે દિવસ પહેલાં જગદીશભાઇ રાતે ઘરની બહાર સૂતા હતા ત્યારે અચાનક
૬ બાઇક અને સફેદ રંગની મર્સિડિઝ કાર માં આવેલા કાન્હા ગુ્રપના બિલ્ડર ધવલ ઠક્કર અને તેના સાગરીતોએ દંડા વડે
ફટકા માર્યા હતા તેમજ એક આરોપીએ તેમના પર સાઇકલ ફેંકી હતી.બનાવને પગલે છાણીના પીઆઇ એપી ગઢવીએ ધવલ ઠક્કર અને તેના સાગરીતો
સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસે આજે ધવલ દિપકભાઇ ઠક્કરના આમ્રકુંજ સોસાયટી ઇલોરાપાર્ક
ખાતેના મકાને છાપો માર્યો હતો.પરંતુ તે મળી આવ્યો નહતો.જેથી પોલીસે તેણે ગુનામાં
વાપરેલી મર્સિડિઝ કાર કબજે કરી હતી.આ ઉપરાંત તેના ત્રણ સાગરીતોને પણ શોધી કાઢી
ધરપકડ કરવામાં આવી છે.જેમાં સુનિલ બીરજુભાઇ નાયર(ઓમ ફ્લેટ્સ,ભાઇલાલ હોલ સામે,ગોરવા),આકાશ ઉર્ફે શંભુ ભાઇલાલ રોહિત(ઇશ્વરકૃપા સોસાયટી,બાપુની
દરગાહ પાસે,ગોરવા) અને વૈભવ દિપકભાઇ ચૌહાણ(ભગવત કૃપા સોસાયટી,કરોડિયારોડ)નો સમાવેશ થાય છે.