Gujarat
લીંબડી તાલુકનું કમાલપર ગામ સંપર્ક વિહોણું બન્યું
By GS TEAM
9 Jul 20251 min read

- ઉપરવાસમાં ભારે વરસાદને પગલે
વિરમગામ : સુરેન્દ્રનગર જિલ્લામાં સતત એક અઠવાડિયા વરસી રહેલા વરસાદને લઈને લીંબડી તાલુકાના ભાલ પંથકના કમાલપર ગામે ઉપર વાસમાં વરસેલા ભારે વરસાદના કારણે ગામની ફરતાં ચારેય તરફ પાણી ફળી વળતાં સંપર્ક વિહોણું બન્યું હતું. જ્યારે ગામને જોડતાં મુખ્ય માર્ગોે પર પાણી ફરી વળવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેને કારણે ગ્રામજનો ભારે મુશ્કેેલીમાં મુકાયા હતા. ગ્રામજનો એ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી આવે ત્યારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે.








