ઋષભ પટેલના આપઘાત પ્રકરણમાં ફરાર થયેલો કલ્પેશ તલાટી પકડાયો

હજી પણ બે આરોપીઓ પોલીસ પકડથી દૂર
જાહેરમાં યુવાનને માર મારતા અંતિમ ચિઠ્ઠી લખીને આપઘાત કરી
લીધો હતો ઃ આરોપીની પૂછપરછ શરૃ
ગાંધીનગર : સુઘડમાં રહેતા યુવાન બિલ્ડર ઋષભ પટેલના આપઘાત પ્રકરણમાં ફરાર થયેલા ત્રણ આરોપીઓ પૈકી કલ્પેશ તલાટીને ઇન્ફોસિટી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ શરૃ કરવામાં આવી છે અને ફરાર અન્ય બે આરોપીઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે.
ગાંધીનગર શહેર નજીક આવેલા સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા
ઋષભ પ્રવીણભાઈ પટેલના આપઘાત પ્રકરણમાં પોલીસે કોબા ખાતે આવેલી નેસ્ટ રેસીડેન્સીમાં
રહેતા કલ્પેશભાઈ ઉર્ર્ફેે તલાટી અંબાલાલ પટેલ, નાનાચિલોડાની શિખર રેસીડેન્સી ખાતે રહેતા મનીષ ઉર્ફે
સ્પ્લેન્ડર સોમાભાઈ પટેલ,
નાનાચિલોડાની બેવરલી હિલ્સ ખાતે રહેતા ક્રિષાલ અરવિંદભાઈ ઉર્ફે વિક્રમભાઈ પટેલ
અને નાના ચિલોડા ખાતે તાંબુલ પાન પાર્લર ચલાવતા મહિપાલસિંહ સામે આપઘાતના
દુષ્પપ્રેરણનો ગુનો દાખલ કર્યો હતો ત્યારે એક આરોપી મહિપાલની ધરપકડ અગાઉ કરી
લેવામાં આવી હતી.
ફરાર ત્રણ આરોપીઓને શોધવા માટે છેલ્લા ઘણા સમયથી મથામણ કરવામાં આવી હતી અને તે નેપાળમાં છુપાયા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ સ્થિતિમાં આજે આરોપી કલ્પેશ ઉર્ફે તલાટી ઇન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ રિમાન્ડ મેળવવા માટેની પણ તજવીજ શરૃ કરવામાં આવી છે. જેની પૂછપરછ દરમિયાન આ આપઘાત પ્રકરણને લગતી વધુ વિગતો બહાર આવવાની શક્યતા પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ફરાર અન્ય બે આરોપીઓને શોધવા માટે પણ આરોપીની મદદ લેવામાં આવશે.








