Gujarat

રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 10થી વધુ ગુન્હા આચારનાર એક રીઢા તસ્કરને કાલાવડ ટાઉન પોલીસે ઝડપી લીધો

By GS TEAM
10 Aug 20251 min read
TukuTouch Logo
રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જેતપુર સહિતના વિસ્તારોમાં 10થી વધુ ગુન્હા આચારનાર એક નામચીન શખ્સને કાલાવડ ટાઉન પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધો છે, અને તેની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 10થી વધુ ગુન્હા આચારનાર એક રીઢા તસ્કરને કાલાવડ ટાઉન પોલીસે ઝડપી લીધો

રાજકોટ મોરબી સુરેન્દ્રનગર જેતપુર સહિતના વિસ્તારોમાં 10થી વધુ ગુન્હા આચારનાર એક નામચીન શખ્સને કાલાવડ ટાઉન પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધો છે, અને તેની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.

મૂળ કાલાવડ તાલુકાના રણુજા ચોકડી વિસ્તારમાં રહેતા બચુ ઉર્ફે જાડો રમુભાઈ સાડમિયાં નામના દેવીપુજક શખ્સ સામે ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે, જે આરોપી વોન્ટેડ હોવાથી અને કાલાવડ પંથકમાં આવ્યો હોવાની બાતમીને આધારે કાલાવડ ટાઉન પોલીસે ગઈ રાત્રે વોચ ગોઠવી હતી, અને આરોપી બચુ ઉર્ફે જાડો રમુભાઈ સાડમિયાની અટકાયત કરી લીધી છે. જેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જેની સામે રાજકોટ, સુરેન્દ્રનગર, જેતપુર,ઉના, મોરબી સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10 જેટલા ગુનાઓ નોંધાયા છે. જે આરોપીની શોધખોળ દરમિયાન કાલાવડ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.