Get The App

સુરેન્દ્રનગરના વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદી કડીની પેઢીએ 2.94 કરોડનો ચૂનો લગાડયો

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરના વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદી કડીની પેઢીએ 2.94 કરોડનો ચૂનો લગાડયો 1 - image


આંબાવાડીમાં આવેલી વિનસ પ્રોટીન્સ કંપની સાથે છેતરપિંડી

કડી યાર્ડમાં આવેલી રાંદલ કૃપા ટ્રેડિંગ પેઢીના સંચાલકોએ ખાદ્ય તેલના ૮,૮૭૫ ડબ્બા ખરીદી ચેક આપ્યો હતો ઃ ચેક રિટર્ન થતાં વેપારી પેઢીના ત્રણ સંચાલક સામે ફરિયાદ નોંધાવી

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગરના આંબાવાડીમાં આવેલી વિનસ પ્રોટીન્સ કંપનીના માલિક પાસેથી કડીના વેપારીએ તેલના ૧૨,૩૧૭ ડબ્બા ખરીદી રૃા.૨,૪૯,૩૪,૩૧૫ નહીં ચુકવી છેતરપિંડી આચરી છે. બનાવ અંગે વેપારીએ કડીની પેઢીના ત્રણ સંચાલકો સામે  બી-ડિવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

વઢવાણ જીઆઈડીસી આંબાવાડી વિસ્તારમાં વિનસ પ્રોટીન્સ નામની ખાદ્ય તેલની ફેકટરી (મીલ) ચલાવતા હોલસેલ વેપારી તેમજ ફરિયાદી ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલા કડી માર્કેટીંગ યાર્ડમાં આવેલી રાંદલ કૃપા ટ્રડિંગ પેઢીને કુલ ૨૭ બીલ મુજબ અલગ-અલગ ભાવના ખાદ્ય તેલના ૮,૮૭૫ ડબ્બા (કિં.રૃા.૧,૯૯,૭૭,૫૫૮)નો માલ મોકલ્યો હતો. તેમજ અન્ય ફર્મ છાયા સેલ્સને પણ ખાદ્ય તેલના ૪૫૮ ડબ્બા (કિં.રૃા.૪,૪૩,૧૭૫) મોકલ્યા હતા. આ ઉપરાંત ડુંગરભાઈની અમદાવાદ સ્થિત મારૃતી નંદન પ્રોટીન કંપનીમાંથી પણ રાંદલ કૃપા ટ્રેડિંગને ખાદ્ય તેલના ૨૭૩ ડબ્બા (કિં.રૃા.૫,૭૧,૧૯૪) અને ફરી ખાદ્ય તેલના ૨૭૧૧ ડબ્બા (કિં.રૃા.૪૨,૪૨,૩૮૮)નો માલ મોકલ્યો હતો. આમ રાંદલ કૃપા ટ્રેડિંગને ફરિયાદી દ્વારા કુલ ૧૨૩૧૭ ખાદ્ય તેલના ડબ્બા કિંમત રૃા.૨,૪૯,૩૪,૩૧૫નો માલ મોકલ્યો હતો. 

આ રકમ પેટે પેઢીના જવાબદાર વ્યક્તિ રજનીભાઈએ ડુંગરભાઈ ભોમજીભાઈ કૈલાને પેઢીના નામથી અલગ-અલગ તારીખ અને રકમ સાથેના કુલ ૮૧ ચેક આપી રકમ સમયસર મળી જશે તેવી બાંહેધરી પણ આપી હતી. તેમજ આ રકમ નહીં ચુકવી શકે તો ધ્રાંગધ્રાના મેથાણ ગામની સીમમાં આવેલી ખેતીલાયક જમીન વેચીને પણ રકમ આપી દેવાની ખાત્રી આપી હતી. આ અંગેનું નોટરી સમક્ષ સમાધાન કરાર પણ કરાવ્યો હતો. પરંતુ તેમ છતાંય ડુંગરભાઈ  કૈલાની બાકીની લેણી રકમ ચુકવવામાં આનાકાની કરી હતી અને ફરિયાદીને આપેલા તમામ ચેક બેન્કમાં જમા કરાવતા સામેના ખાતામાં પુરતું બેલેન્સ નહિં હોવાથી ચેક રીર્ટન થયા હતા. જે મામલે ભોગ બનનાર ફરિયાદીએ પેઢીના માલીક સહિત ત્રણ શખ્સો સામે છેતરપીંડની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે. 

કોની સામે ગુનો નોંધાયો?

સુરેન્દ્રનગરના વેપારી ડુંગરભાઈ કેલા સાથે કડી ખાતે રાંદલ કૃપા ટ્રેડિંગ પેઢીના (૧) રાજેશકુમાર અમૃતલાલ પટેલ (પેઢીના માલીક) (૨) જીગ્નેશભાઈ રજનીકાંતભાઈ પટેલ (ફર્મની ચુકવણી અને બેન્કીંગ કામગીરીનું સંચાલન કરનાર) (૩) રજનીકાંતભાઈ ધનજીભાઈ પટેલ (પેઢીના મુખ્ય જવાબદાર વ્યક્તિ) ત્રણેય (રહે.કરશનપુરા તા.કડી) સામે રૃા.૨,૪૯,૩૪,૩૧૫ નહીં ચુકવી છેતરપિંડી આચરતા બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


Tags :