Gujarat

AAPમાં ભંગાણ: કડીમાં ચૂંટણીના 4 દિવસ પહેલા કડી શહેર પ્રમુખ શંકરસિંહ વાઘેલાની પાર્ટીમાં જોડાઈ ગયા

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી પહેલા કડીમાં આમ આદમી પાર્ટીના જ કડીના શહેર પ્રમુખ રાજીનામું આપી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા છે, ત્યારે હવે ચૂંટણીના 4 દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AAPમાં ભંગાણ: કડીમાં ચૂંટણીના 4 દિવસ પહેલા કડી શહેર પ્રમુખ શંકરસિંહ વાઘેલાની પાર્ટીમાં જોડાઈ ગયા

Kadi Election : ગુજરાતમાં કડી અને વિસાવદર પેટા ચૂંટણી પહેલા કડીમાં આમ આદમી પાર્ટીના જ કડીના શહેર પ્રમુખ રાજીનામું આપી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા છે, ત્યારે હવે ચૂંટણીના 4 દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. 

AAPના કડી શહેર પ્રમુખ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાયા

આમ આદમી પાર્ટીના કડી શહેર પ્રમુખ મુનિર ખાન પઠાણે આજે રવિવારે (15 જૂન) સત્તાવાર રીતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાં જોડાઈ ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તથા પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રિદ્ધિરાજસિંહ પરમારની ઉપસ્થિતિમાં જ અગાઉ ચર્ચા કરીને પાર્ટીમાં જોડાઈ ગયા છે.     


મુનિર ખાન પઠાણે જણાવ્યું કે, તેઓ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની લોકહિતની નીતિઓથી પ્રભાવિત થઈને આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ડૉ. ગિરીશ કાપડિયાને સમર્થન આપવાની સાથે આમ આદમી પાર્ટીના ભાજપ તરફી વલણથી બહાર નીકળી કડીની જનતાની સેવા કરવા માટે તેઓએ તેમના સમર્થકો સાથે પ્રજા શક્તિ ડેમોક્રેટીક પાર્ટી સાથે જોડાયા છે. 

આ પણ વાંચો: રાજકોટમાં આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

આ રાજકીય જોડાણ એવા સમયે થયું છે, જ્યારે કડી વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થઈ છે. આ બેઠક પૂર્વ ભાજપ ધારાસભ્ય સ્વ.કરશનભાઈ સોલંકીના અવસાનને પગલે ખાલી પડી હતી. પેટા ચૂંટણી માટે મતદાન 19 જૂન, 2025ના રોજ યોજાવાનું છે અને પરિણામો 23 જૂન, 2025ના રોજ જાહેર થશે. ગુજરાતમાં યોજાઇ રહેલી વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે, જ્યાં કડીમાં ડૉક્ટરને અને વિસાવદરમાં સરપંચને ટિકિટ આપી છે.