Get The App

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ 1 - image

Mahisagar Kadana Dam:  મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે રાજસ્થાનના બાસવાડામાં મહીસાગર નદી પર આવેલા માહી બજાજ ડેમમાંથી 17,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે કડાણા ડેમમાં પાણીની આવક વધી છે.

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ 2 - image

કડાણા ડેમમાં પાણીની આવક વધવાને કારણે પાવરહાઉસ ફરી ધમધમતા થયા છે. હાલમાં, બે યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેના પરિણામે 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત, વીજળી ઉત્પન્ન કરવા માટે 10,200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને કડાણા ડાબા કાંઠા કેનાલમાં 75 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પાણીની આવક અને જાવક પર સતત નજર રાખવામાં આવી રહી છે. ડેમ ઓથોરિટી દ્વારા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ 3 - image

ડેમની વર્તમાન સ્થિતિ

કુલ સપાટી: 419 ફૂટ

રૂલ લેવલ: 416 ફૂટ

હાલની સપાટી: 413.7 ફૂટ

આવક: 35,000 ક્યુસેક

જાવક: 10,275 ક્યુસેક

મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં જળસ્તર વધ્યું, 120 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શરૂ 4 - image