Get The App

લંડન ખાતે વિમ્બલ્ડન અન્ડર- 14માં જૂનાગઢની જેન્સી કાનાબાર છવાઈ ગઈ

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
લંડન ખાતે વિમ્બલ્ડન અન્ડર- 14માં જૂનાગઢની જેન્સી કાનાબાર છવાઈ ગઈ 1 - image


જૂનાગઢની દીકરીએ વિમ્બલ્ડન ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ  કર્યું : મહાન ટેનિસ ખેલાડી માર્ટીના હિંગીસે 4માંથી 2 મેચ જીતેલી જેન્સીની પ્રશંસા કરી તેને મહાન ખેલાડી ગણાવી  

 જૂનાગઢ, : લંડન ખાતે યોજાયેલી વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટ અંડર- 14માં જૂનાગઢની દીકરીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગઈકાલે રમાયેલી ચારમાંથી બે મેચમાં આ દીકરી જેન્સી કાનાબારે જીત મેળવી હતી. તેની રમત જોઈ મહાન ટેનિસ ખેલાડી માર્ટીના હિંગીસે પ્રશંસા કરી જેન્સીને મહાન ખેલાડી ગણાવી હતી. મૂળ ડોળાસાના અને હાલ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા શિક્ષક દિપકભાઈ કાનાબારે પોતાનો રમતગમતનો શોખ પોતાની પુત્રીમાં બાળપણથી જ ઉતાર્યો હતો. તેની પુત્રી જેન્સી 4 વર્ષની હતી ત્યારથી ટેનિસ રમતની પ્રેક્ટીસ કરાવવાનું શરૂ કરી દીધુ હતું. પ્રોફેશનલ રીતે જેન્સી ટેનિસમાં પોતાનું કૌવત દર્શાવી શકે તે માટે કોલકતા અને અમદાવાદના કોચ મારફત તાલીમ અપાવી હતી. જેન્સીએ દેશ તથા વિદેશમાં યોજાયેલી ટેનિસ ટૂર્નામેન્ટમાં ઉજ્જવળ દેખાવ કર્યો હતો. તેને લંડન ખાતે પ્રતિષ્ઠીત વિમ્બલ્ડન ટૂર્નામેન્ટમાં રમવાનો મોકો મળ્યો હતો. ગઈકાલે લંડન ખાતે વિમ્બલ્ડન ટૂર્નામેન્ટ યોજાઈ હતી જેમાં જૂનાગઢની જેન્સી કાનાબારે અંડર-14 માં એશિયન ટેનિસ ફેડરેશન વતી ભારતનું પ્રતિનિત્વ કર્યું હતું. એશિયન ટેબલ ટેનિસ રેન્કિંગમાં અંડર-14માં નંબર-1 ખેલાડી રહેલી જેન્સી કાનાબારે ગઈકાલે ચાર મેચમાં ભાગ લીધો હતો. જેમાં સેરેસા જેક્શન સામે 6-4 4-6 અને 10-7થી જીત મેળવી હતી. જ્યારે ફ્લેવીયા સોઝા સામે જીત મેળવી હતી. તો લીવજીંગ સામે 7-6, 6-3થી અને લૌરા માર્સાકોવા સામે 6-4 7-6 ૬થી હાર થઈ હતી.  જેન્સી કાનાબારની રમત જોઈ મહાન ટેનિસ ખેલાડી માર્ટીના હિંગીસે પ્રશંસા કરી હતી. જેન્સીને આ મહાન ખેલાડીને મળવાનું સન્માન મળ્યું હતું. માર્ટીના હિંગીસે કહ્યું હતું કે, ટેનિસ કોટની છત પરથી રમત જોઈ હતી અને પ્રભાવિત થઈ જેન્સી કાનાબારને મહાન ખેલાડી ગણાવી હતી.

Tags :