Gujarat

જૂનાગઢમાં વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત, શાકભાજી ખરીદી ઘરે જતી વખતે દુર્ઘટના

By GS Team
25 Aug 20251 min read
This article was originally published on 25 Aug 2025
TukuTouch Logo
જૂનાગઢના કેશોદ નજીક કરુણ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક મહિલા શાકભાજી ખરીદીને પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે આ દુર્ઘટના બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢમાં વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત, શાકભાજી ખરીદી ઘરે જતી વખતે દુર્ઘટના

Junagadh News : જૂનાગઢના કેશોદ નજીક કરુણ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક મહિલા શાકભાજી ખરીદીને પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે આ દુર્ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ, મૃતક મહિલા શાકભાજી લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી. તે જ સમયે અમદાવાદથી સોમનાથ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન ત્યાંથી પસાર થઈ. ટ્રેનની ઝડપને કારણે મહિલા ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક રેલવે પોલીસ અને સ્થાનિક તંત્રને જાણ કરી હતી.

અકસ્માતની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.