Get The App

જૂનાગઢમાં વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત, શાકભાજી ખરીદી ઘરે જતી વખતે દુર્ઘટના

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
જૂનાગઢમાં વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત, શાકભાજી ખરીદી ઘરે જતી વખતે દુર્ઘટના 1 - image


Junagadh News : જૂનાગઢના કેશોદ નજીક કરુણ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક મહિલા શાકભાજી ખરીદીને પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે આ દુર્ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ, મૃતક મહિલા શાકભાજી લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી. તે જ સમયે અમદાવાદથી સોમનાથ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન ત્યાંથી પસાર થઈ. ટ્રેનની ઝડપને કારણે મહિલા ટ્રેનની અડફેટે આવી જતાં ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક રેલવે પોલીસ અને સ્થાનિક તંત્રને જાણ કરી હતી.

અકસ્માતની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Tags :