Get The App

'ગિરીશ કોટેચા તું છે કોણ, શું તું ધર્મનો ઠેકેદાર છે...?', મહંત મહેશગિરી બરાબરના ભડક્યાં

Updated: Nov 29th, 2024

GS TEAM


Google News
Google News
'ગિરીશ કોટેચા તું છે કોણ, શું તું ધર્મનો ઠેકેદાર છે...?', મહંત મહેશગિરી બરાબરના ભડક્યાં 1 - image


Junagadh Ambaji Temple Controversy: સાધુઓના વિવાદ મુદ્દે થોડા દિવસ પહેલા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોર્ટચાએ નિવેદન કર્યા હતા. હવે આ નિવેદન મુદ્દે ભૂતનાથના મહંત મહેશગિરીએ ગિરીશ કોટેચાને આડેહાથ લીધો હતો. તેમણે કહ્યું કે, 'તમે એક બાથરૂમ બનાવી શકતા નથી અને જૂનાગઢનો ઠેકો લીધો હોય તેમ કોઈપણ વાતમાં બફાટ કરવા લાગો છો. ભવનાથ મંદિર ધાર્મિક ટ્રસ્ટ હોવા છતાં તેને સાર્વજનીક ટ્રસ્ટ બનાવી તેમાં ટ્રસ્ટી બની મંદિર હડપ કરવાનો કોટેચાએ પ્રયાસ કર્યો.'

'તું છે કોણ, તું કોઈ શંકરાચાર્ય છે?'

ભૂતનાથના મહંત મહેશગિરીએ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર આક્ષેપો કરતા કહ્યું કે, 'જ્યારે કોઈ મુર્ખતા પૂર્વકની વાત કરવાની હોય તેમાં પાર્ટીએ પડવું ન હોય ત્યારે એક વ્યક્તિને આગળ કરી દે છે અને એ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા. તું છે કોણ, તું કોઈ શંકરાચાર્ય છે? બંને સાધુ શાંત થાવ એમ કહીં હાથ ઊંચા કરી આર્શીવાદ આપવા માંગે છો, તું છે શું ? રાજકારણવાળા તમામ આ બાબતથી દૂર રહેજો, અમારો મામલો છે અમે જોશું તંત્ર અને સરકાર જોઈ લેશે, તે જૂનાગઢનો ઠેકો લઈ રાખ્યો છે, ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે. 

આ પણ વાંચો: અમેરિકામાં કૌભાંડ કરવામાં પણ ભારતીયો અગ્રેસર, ફ્રોડ મામલે ડોક્ટરને 20 લાખ ડોલરનો દંડ


'જૂનાગઢનું સત્યાનાશ થયું છે'

આક્રમકતાથી મહેશગિરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે તે શું જૂનાગઢનું નામ કમાવ્યું, પરિક્રમા સમયે 14થી 16 વર્ષની સગીરાને બાથરૂમ ન મળતા તેમના કપડામાં જ બાથરૂમ થયું હતું. ત્યારે ગિરનારના ડોળી વાળા અને દુકાનદારોએ આડશ કરીને કપડા બદલાવવા મદદ કરવી પડી હતી, એક બાથરૂમ તું બનાવી શક્યો નથી, જૂનાગઢનું સત્યાનાશ થયું છે. તેમાં મુખ્ય ફાળો કોનો છે તે વિચારવું પડશે, પુરી-શાક વેંચીને બંગલા ન બનાવી શકાય, કૌભાંડના લીસ્ટમાં પહેલું નામ તારૂં છે.'

ભૂતનાથના મહંત મહેશગિરી જણાવ્યું હતું કે, 'ગિરીશ કોટેચા શા માટે આવું બોલ્યો તેની નસ પકડાઈ ગઈ છે. ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. આ હડપવું હતું એટલ આ ધાર્મિક ટ્રસ્ટમાં સાર્વજનીક ટ્રસ્ટ બનાવી પોતે ટ્રસ્ટી બનવા માટે અપીલ કરી છે. શૈલજાદેવીને પણ ચિમકી આપી હતી કે, મારે તમારા વિશે કંઈ કહેવું નથી તમે મૌન રહેજો નહીંતર હું બધાની ફાઈલો ખોલીશ. હું જૂનાગઢના રાજકારણમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત કરી નથી, હું ગિરનાર અને ધર્મ સિવાય કંઈ વાત કરતો નથી.'

આ પણ વાંચો: મહેસાણાથી લઈને અમદાવાદ સુધી રાજ્યમાં 24થી વધુ ઠેકાણે ITના દરોડા, જાણીતા ગ્રૂપ પર તવાઈ

ભાજપે આવા માણસોને પાર્ટીમાંથી બહાર કાઢી નાખવા અંગે મહેશગિરિએ જણાવ્યું હતું કે, 'ભાજપના મોવડી મંડળને કહું છું કે, આવા માણસને પાર્ટીમાં રાખો છો જેના લીધે તે બહારથી આવા માણસોને લાવી પાર્ટી, જૂનાગઢ અને ધર્મને બદનામ કરે છે, સાધુ-સંતોને સલાહ આપે છે, સફાઈ અભિયાન શરૂ થયું છે તેના ભાગરૂપે કોના પરમાં કયા કર્મચારીઓ કામ કરતા હતા એ બધુ બોલવું નથી, શાંતી રાખો અને જો હવે કોઈ નિવેદન આવ્યું તો જૂનાગઢમાં ઘૂસી અને કોણ કોના કામમાં પાર્ટનર છે, તળાવમાં શું ભૂમિકા ભજવી છે, પુરી-શાકમાં બંગલા બને નહીં.' આમ, ગિરીશ કોટેચાને મહેશગિરિએ આડેહાથ લેતા જૂનાગઢ સહિત ગુજરાતભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

'ગિરીશ કોટેચા તું છે કોણ, શું તું ધર્મનો ઠેકેદાર છે...?', મહંત મહેશગિરી બરાબરના ભડક્યાં 2 - image

Tags :