Get The App

વલસાડથી પાટણ સુધી દારૂના મુખ્ય સપ્લાયર જુબેર મેમણની ધરપકડ, કોર્ટ પાસેથી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા

Updated: Jun 1st, 2025

GS TEAM

Google News
Google News
વલસાડથી પાટણ સુધી દારૂના મુખ્ય સપ્લાયર જુબેર મેમણની ધરપકડ, કોર્ટ પાસેથી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા 1 - image


Vadodara News: વડોદરા પોલીસે લીસ્ટેડ બુટલેગર અલ્પુ સિંધી ગેંગના આઠ સાગરીતો સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. અગાઉ પોલીસે આ ગુનામાં  કમલેશ ઉર્ફે પપ્પુ ડાવર, રવિ દેવજાણી અને યશ ચાવલાની ધરપકડ કર્યા બાદ પોલીસે જુબેર સફીભાઈ મેમણની ધરપકડ કરી કોર્ટ પાસેથી પાંચમી જૂન સુધીના આરોપીના રિમાન્ડ મેળવ્યા છે.

કોર્ટમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ગુજસીટોક રઘુવીર પંડ્યાની દલીલો કરી હતી કે,  આરોપી ઓર્ગેનાઈઝ ગેંગ હેઠળનો મુખ્ય દારૂ સપ્લાયર તથા મધ્ય ગુજરાતમાં સૌથી મોટા દારૂના સપ્લાયર પૈકીનો ઓર્ગેનાઈઝ ગેંગનો સભ્ય છે. વડોદરા તથા સાઉથ ગુજરાતમાં મોટા પાયે દારૂનું સામ્રાજ્ય ઊભું કરી બિન હિસાબી નાણાનું મિલકતોમાં રોકાણ કર્યું છે. અલ્પું સિંધી અને જુબેર મેમણની અનેક ગુનાઓમાં સંયુક્ત સંડોવણી રેકોર્ડ ઉપર આવી છે. ગુનાહિત પ્રવૃત્તિમાં વ્યક્તિ તથા સંદેશાઓ માટે કોડનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત અન્ય રાજ્યની બોડર ક્રોસ કરી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના નેટવર્કમાં મુખ્ય ભૂમિકા છે. 

આ પ્રવૃત્તિ આચરવા અનેક મોબાઈલ ફોન તથા સીમકાર્ડનો ઉપયોગ કર્યો છે. આ ઓર્ગેનાઈજ ગેંગનો સંપૂર્ણ ચિતાર બહાર લાવવા આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર છે. મહત્ત્વનું છે કે, આરોપી વિરુદ્ધ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રોહીબિશન, આર્મ્સ એક્ટ, હત્યાનો પ્રયાસ જેવા 66 જેટલા ગુના નોંધાયા છે તેમજ બે વખત પાસા પણ થઈ છે.   

હપ્તા ન ભરી શકનાર લોકોના વાહનો દારૂની હેરાફેરીમાં લગાવ્યા

જુબેર મેમણે વાહનોના હપ્તા નહીં ભરી શકનાર વ્યક્તિઓ શોધીને વિશ્વાસમાં લઈ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી કાર મળવતો હતો. તે વાહનોમાં દમણથી દારૂ ભરી લાવી વડોદરા, નવસારી, અંકલેશ્વર, ભરૂચ ખાતે દારૂની ડીલીવરી આપી હોવાનું બહાર આવ્યુ છે.

લોકડાઉનમાં પણ ફોર્ચ્યુનર કારમાં દમણથી દારૂ લાવી આણંદ ઠાલવ્યો હતો

વર્ષ 2020 દરમિયાન કોરોનામાં લોકડાઉન વખતે જુબેરે રતનસીંગ સોડા સાથે ફોર્ચ્યુનર કારમાં દમણથી દારૂની આશરે 40 પેટી લાવી આણંદ ખાતે ઇરફાન ઉર્ફે અપ્પુ શેખને દારૂના જથ્થાની ડિલિવરી આપી હતી. જુબેર પોતાનું મૂળ સરનામું શહેરના વાડી વિસ્તારમાં જણાવેલ છે. તેની સામે આજદીન સુધી નોંધયેલા મોટાભાગના ગુનાઓમાં પોતે ગુનો આચરી નાસતો ફરે છે. આ સરનામે જે-તે ગુનાની તપાસ કરનાર એજન્સીને ક્યારેય આ સરનામે મળ્યો નથી. 

દારૂ સપ્લાયર તરીકે ઓર્ગેનાઈજ ક્રાઈમ ગેંગના સભ્ય તરીકે આરોપીની મુખ્ય ભૂમિકા 

દમણ, દાદરાનગર હવેલી, ગોવા, મધ્ય પ્રદેશ, હરીયાણા, પંજાબ, ચંડીગઢ વિગેરે રાજ્યો તેમજ કેન્દ્રશાસીત પ્રદેશોથી દારૂનો જથ્થો આંતર રાજ્ય બોડર ક્રોસ કરી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હતો. આ તમામ નેટવર્ક ચલાવવા હાલના આરોપીએ દારૂ સપ્લાયર તરીકે હાલની ઓર્ગેનાઈજ ક્રાઈમ ગેંગના સભ્ય તરીકે મુખ્ય કામગિરી કરી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપર ફાયરિંગના ગુનામાં આરોપીની સંડોવણી 

ગોલ્ડન ચોકડી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના કટીંગ દરમિયાન દરોડો પાડતા પોલીસ ઉપર ફાયરિંગ થયું હતું. જેથી પોલીસે ફાયરિંગ કરી ત્રણ ખેપીયાઓને ઝડપી પાડી 22 લાખનો દારૂ કબજે કર્યો હતો. જ્યારે જુબેર બનાવ સ્થળેથી કારમાં ફરાર થઈ ગયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તારાપુરથી તેને ઝડપી પાડ્યો હતો.

Tags :