Get The App

એરબસ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે ટકાઉ વિમાન ઇંધણ માટે સંયુક્ત અભ્યાસ કરાર

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
એરબસ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે ટકાઉ વિમાન ઇંધણ માટે સંયુક્ત અભ્યાસ કરાર 1 - image

Vadodara : ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) અને એરબસ વચ્ચે ટકાઉ વિમાન ઇંધણ (SAF) માટે સંયુક્ત અભ્યાસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિન્જરાપુ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સુસ્ટેનેબલ ફ્યુઅલ સમિટ 2025ના ઉદ્ઘાટન પ્રસંગે થયેલ આ કરાર અંતર્ગત GSVની સંશોધન ક્ષમતાઓ અને એરબસનો વૈશ્વિક ઉદ્યોગ અનુભવ જોડાશે. ઉદ્દેશ છે કે મ્યુનિસિપલ ઘન કચરાનો ઉપયોગ કરીને દેશમાં જ મોટા પાયે ‘સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ’નું ઉત્પાદન વિકસાવવું, એરબસ દ્વારા આ પ્રોજેક્ટ માટે અદ્યતન સંશોધન સાધનો, નાણાંકીય સહાય અને નિષ્ણાત કર્મચારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અર્થ રક્ષક ફાઉન્ડેશન સાથે પણ સંકલન કરશે. જે પ્રોજેક્ટ માટે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાંથી કચરો એકત્રિત કરશે અને સપ્લાય કરશે. આ પ્રસંગે GSVના ઉપકુલપતિ પ્રો.મનોજ ચૌધરી અને એરબસના SAF એન્ડ CDR હેડ જુલિયન માનહેસે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલ ભારતના ઉડ્ડયન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા બંને સંસ્થાઓ વચ્ચેની ભાગીદારીને નવી દિશા આપશે.