Get The App

જિમમાં ટોનિકના નામે સ્વાસ્થ્ય સાથે ચેડાં, પહેલીવાર પોલીસ,કોર્પોરેશન અને ડ્રગ્સ વિભાગનું જોઇન્ટ સર્ચ

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
જિમમાં ટોનિકના નામે સ્વાસ્થ્ય સાથે ચેડાં, પહેલીવાર પોલીસ,કોર્પોરેશન અને ડ્રગ્સ વિભાગનું જોઇન્ટ સર્ચ 1 - image

વડોદરાઃ જિમ અને ફિટનેસ સેન્ટરોમાં જુદાજુદા ટોનિક અને પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓને કારણે સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની આશંકાને પગલે પહેલીવાર વડોદરા એસઓજી,કોર્પોરેશન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જોઇન્ટ ઓપરેશન કર્યું હતું.

જિમ અને ફિટનેસ સેન્ટરોમાં યુવકોના મોત નીપજવાના  બનતા  બનાવોને કારણે પ્રિસ્ક્રિપ્શન વગર કેટલીક દવાઓ કે ટોનિક કારણભૂત હોવાની આશંકા પણ તપાસમાં આવી રહી છે.

જેને પગલે શહેર પોલીસ કમિશનરે એસઓજીને જોઇન્ટ ટીમ બનાવી  સર્ચ કરવા સૂચના આપતાં એસઓજીના પીઆઇ અને પીએસઆઇ સહિત ૨૦ જવાનો,ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ચાર ઇન્સ્પેક્ટરો અને કોર્પોરેશનના આઠ અધિકારી-કર્મચારીઓએ આઠ જિમમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું.

જોઇન્ટ ટીમ દ્વારા ન્યુટ્રાસ્યુટિકલ દવાઓ, પ્રોટિન પાવડર અને એનાબોલિક સ્ટીરોઇડ સહિતના મુદ્દે તપાસ કરવા માટે સેમ્પલો લેવામાં આવ્યા હતા.

Tags :