શેખપર રોડ પર આવેલી શેપ ફાર્મા કંપનીમા દિલ્લી અને ગુજરાત ટીમનુ સંયુક્ત ચેકીંગ
મધ્યપ્રદેશ સિરપ કાડ રેલો સુરેન્દ્રનગર સુધી પહોચ્યો
અંદાજે ૧૨ વર્ષથી જુદી જુદી બ્રાન્ડની સિરપો બનાવતા હતા
અમારી સિરપમા કોઇ તકલીફ નથી શેપ ફાર્મા કંપની મેનેજર
રિપોર્ટ આવશે દુધનુ દુધ અને પાણીનુ પાણી થઈ જસે મેનેજરનો દાવો
સુરેન્દ્રનગર - મધ્યપ્રદેશમાં કફ સિરપ પીધા બાદ અનેક બાળકોના કરૃણ મૃત્યુ થતાં આ મામલાના તાર હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. આ જીવલેણ ઝેરી કફ સિરપના નેટવર્કનું કનેક્શન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લા સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું હતુ
મધ્યપ્રદેશમાં બાળકોના મૃત્યુનું કારણ બનેલી રેસ્પીફ્રેસ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ નિર્ધારિત માત્રા કરતા વધુ મળી આવ્યું છે, જે સિરપને ઝેરી બનાવે છે. આ કેમિકલના ઊંચા પ્રમાણના કારણે સિરપના સેમ્પલ અમાન્ય જાહેર થયા છે. આ મામલે ગુજરાતની બે ફાર્મા કંપનીઓ શંકાના દાયરામાં છે, જેમાંથી એક કંપની સુરેન્દ્રનગરની છે. મળેલી માહિતી મુજબ સુરેન્દ્રનગરની શેપ ફાર્મા પ્રા.લિ. નામની કંપનીએ મધ્યપ્રદેશમાં કફ સિરપ બનાવવા માટેનો કાચો માલ પૂરો પાડયો હતો. આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને મધ્યપ્રદેશ સરકારે ગુજરાતની આ બે કંપનીના કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગાંધીનગર ડ્રગ્સ વિભાગે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં સઘન તપાસ શરૃ કરી દીધી છે. ડ્રગ્સ વિભાગની ટીમે ખાસ કરીને સુરેન્દ્રનગરની શેપ ફાર્મા પ્રા.લિ.માં જઈને ઝીણવટભરી તપાસ કરી હતી અને જરૃરી સેમ્પલો એકત્ર કર્યા હતા. નફો કરવાની લ્હાયમાં દવા બનાવતી કંપનીઓ દ્વારા થતા નિયમોના ઉલ્લંઘન અને બાળકોના જીવન સાથેના ચેડાંની આ ગંભીર ઘટનાએ રાજ્યભરમાં ચિંતા જગાવી છે. સરકાર આ મામલે કડક કાર્યવાહી કરે અને ગુનેગારોને સખત સજા આપે તેવી માંગ પ્રબળ બની છે. સુરેન્દ્રનગરની આઈબી ટીમ પણ સીરપકાંડના સમાચાર સાંભળી રાજકોટ હાઈવે પર આવેલી શેપ ફાર્મા કંપનીમાં પહોંચી પુછપરછ તેમજ ચેકીંગ હાથધરી જરૃરી વિગતો મેળવી હતી.
અમારી પ્રોડક્ટના રિપોર્ટ આવશે ત્યારે સત્ય સામે આવશે ઃ મેનેજર
રાજકોટ રોડ પર આવેલી શેપ ફાર્મા કંપનીના મેનેજર દેવાંગભાઈ શાહે જણાવ્યુ હતુકે અમારી કંપનીનુ કામ આજેપણ ચાલુછે અમે કંઇ ખોટુ નથી કર્યુ ફુડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલો લીધા છે એ ૩ કે ૪ દિવસમા આવી જસે પછી સત્ય વાત સામે આવશે અમે થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ કામ કરીએ છીએ કોઇ ઝેરી સિરપ નથી બનાવતા
દિલ્હી અને ગુજરાત ટીમનુ કંપનીમા ચેકીંગ
સિરપ કાડ બાદ દિલ્લી અને ગુજરાત ની ટીમે સંયુક્ત સાથે રહીને શેખપર આવેલી શેપ ફાર્મા કંપનીમા ચેકીંગ હાથ ધર્યુ હતુ જેમા તમામ પ્રોડક્ટ ના સેમ્પલો લેવાયા હતા આ પ્રોડક્ટ કયા આપવામા આવેછે કેટલી આપવામા આવેછે એ તમામ કોમ્પ્યુટર એન્ટ્રી ચકાસી હતી અને કેટલા સમયથી આ કંપની કામ કરે છે કેટલો સ્ટાફ છે સહીતની તપાસ હાથ ધરાઇ હતી.