Gujarat

પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનમાં રોજગાર મેળાનું આયોજન

By GS TEAM
11 Jul 20251 min read
પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનમાં રોજગાર મેળાનું આયોજન




પ્રતાપનગર સ્થિત રેલ્વે ઓડિટોરિયમ ખાતે આવતીકાલે  કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં આયોજિત રોજગાર મેળામાં 63 ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરાશે

વડાપ્રધાન મોદી 12મી જુલાઈએ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 16માં રોજગાર મેળાનો પ્રારંભ કરી 51 હજારથી  વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપી કામદારોને સંબોધન કરશે. ભારતીય રેલવે દ્વારા 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરાયું છે. જેમાં પશ્ચિમ રેલવે વડોદરા મંડળના પ્રતાપનગર સ્થિત રેલવે ઓડિટોરિયમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં રોજગાર મેળો યોજાશે. આ પ્રસંગે ડિવિઝનલ રેલવે  મેનેજર રાજુ ભડકે, શાખા અધિકારીઓ અને મંડળના રેલવે કર્મચારીઓ હાજર રહેશે. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળમાં  આયોજિત રોજગાર મેળામાં અંદાજે 63 નવા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કરાશે. જેમાં સૌથી વધુ રેલ્વેના  51 ઉમેદવારો છે. તેમજ ટપાલ વિભાગ અને મહેસૂલ (સીબીઆઈસી)ના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.