Get The App

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન

રેલવે , ટપાલ અને મહેસૂલ વિભાગના 63 નવા ઉમેદવારોને નિમણૂંકપત્રનું વિતરણ

બિહાર અને યુપીના બે દિવ્યાંગ ઉમેદવારને મળી રોજગારની તક

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન 1 - image


પ્રતાપનગર સ્થિત રેલવે ઓડિટોરિયમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પટેલની ઉપસ્થિતિમાં આયોજિત રોજગાર મેળામાં 63 નવા ઉમેદવારોને નિમણૂક પત્રો વિતરણ કરાયા હતા. સૌથી વધુ રેલવેના 51 ઉમેદવારો સામેલ હતા. આ ઉપરાંત, ટપાલ વિભાગ અને મહેસૂલના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.


કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન 2 - image


આ પ્રસંગે સી.આર. પાટિલે  ઉદબોધનમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જનને પ્રાથમિકતા આપી રહયા હોવાનું જણાવ્યુ હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે,  યુવાનોએ એઆઇ ટેકનોલોજીથી ડરવાના સ્થાને તેનો ઉપયોગ કરી વધુ સારી રીતે કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એક સમયે રેલવેની મુસાફરીમાં ગંદકી ,સ્પીડ સહિતના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું  વંદે ભારત ટ્રેન તેનું ઉદાહરણ છે. ઉમેદવારોને અભિનંદન પાઠવું છું અને નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવે તેવી અપેક્ષા રાખું છું. અત્રે નોંધનીય છે કે, આ રોજગાર મેળામાં બિહારના દિવ્યાંગ ઉમેદવાર રોશન કુમાર વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનમાં ટેકનિશિયન તરીકે પોસ્ટેડ છે. તેમજ પ્રિયંકા કુમારી પણ એક દિવ્યાંગ ઉમેદવાર છે જેઓ વડોદરા ડિવિઝનમાં ટેકનિશિયન તરીકે પોસ્ટેડ છે.

Tags :