Gujarat

જામનગર પાલિકા દ્વારા રંગમતી-નાગમતી નદી પરના દબાણો દૂર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં

By GS TEAM
17 Jun 20251 min read
TukuTouch Logo
દાજે 20 કરોડ રૂપિયાની કિંમતની એકાદ લાખ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવા માટે 60 થી વધુનો સ્ટાફ કામે લાગ્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પાલિકા દ્વારા રંગમતી-નાગમતી નદી પરના દબાણો દૂર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી-નાગમતી નદીના દબાણોને ખુલ્લા કરાવવા માટેની કામગીરી આજે અંતિમ તબક્કામાં છે, ત્યારે મારું કંસારા હોલ પાછળના ભાગમાં રંગમતી નદીના પટમાં ખડકાયેલા 29 જેટલા દબાણોને દૂર કરવા માટે આજે વરસ્તા વરસાદે પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન.મોદીના સીધા માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખા, ઉપરાંત ફાયર બ્રિગેડ, લાઈટ શાખા, ટી.પી.ઓ. બ્રાન્ચ સહિતની 60 થી વધુના સ્ટાફની ટુકડી કામે લાગી હતી.

 જેના માટે એક હિટાચી મશીન, ત્રણ જેસીબી મશીન, 6 થી વધુ ટ્રેક્ટરને કામે લગાડવામાં આવ્યા હતા, અને 29 જેટલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેમાં રહેણાંક મકાનો ઉપરાંત કેટલાક વાડા બાંધવામાં આવ્યા હતા. જે આજે તમામ તોડી પાડવામાં આવી રહ્યા છે.

 અંદાજે એકાદ લાખ ફૂટલી ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે, જેની બજાર કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. જે આખરી કામગીરી આજે ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે આટોપી લેવામાં આવી હતી. સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ મદદમાં રહ્યો હતો.