Get The App

જામનગર શહેરના વેપારીઓ સામે મનપાની સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઝુંબેશ દરમિયાન 49 વેપારીઓ ઝપટે ચડ્યા : 22 હજારનો દંડ

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર શહેરના વેપારીઓ સામે મનપાની સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઝુંબેશ દરમિયાન 49 વેપારીઓ ઝપટે ચડ્યા : 22 હજારનો દંડ 1 - image

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના સંદર્ભમાં વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે એક સપ્તાહ દરમિયાન 49 વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરી હતી, અને તેઓ પાસેથી રૂપિયામાં 22,800 નો હાજર દંડ વસૂલવામાં આવ્યો છે. તે જ રીતે 38 ઘાસચારાનું વેચાણ કરતાં વિક્રેતાઓ સામે પણ દંડકીય કાર્યવાહી કરી છે, અને ઘાસનો જથ્થો જપ્ત કરી લઇ રૂપિયા 19 હજારનો દંડ વસૂલાયો છે.

જામનગર મહાનગરપાલિકા ધ્વારા અલગ અલગ ટીમો મારફત શહેરમાં સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ કરતા ધંધાર્થીઓ તથા ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા ધંધાર્થીઓનો સામે પ્લાસ્ટિક જપ્તીકરણ તથા ઘાસચારો જપ્તીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જે અનુસંધાને ગત અઠવાડિયામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા કુલ-49 ધંધાર્થી/વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે, તથા રૂ.22,800 ના વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી છે.

ઉપરાંત ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા 38 ધંધાર્થીઓનો ઘાસચારો જપ્ત કરી લઈ રૂ.19,000નો વહીવટી ચાર્જ વસુલી લેવામાં આવ્યો છે. તેમજ ગેરકાયદેસર ઘાસચારો વેંચાણ કરતા એક આસામી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાહેર રોડ રસ્તા પર ઘાસચારો નાખવાની પશુઓ ભેગા થવા અને ટ્રાફિકની સમસ્યા, અકસ્માત થવાનો ભય રહેતો હોય, જાહેર જનતાને રોડ રસ્તાઓ ઉપર ઘાસચારો નહી નાખવા અપીલ કરવામાં આવી છે. વધુમાં લોકોએ ઘાસચારો દાન કરવો હોય તો “JMC Connect App.”  મારફત દાન આપવા અથવા મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળાઓ ખાતે દાન કરવા અપીલ કરવામાં આવી છે.