Gujarat

રંગમતી ડેમના પાટિયા ખોલાતાં જામનગરના નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે રહેવા માટે મનપાની ચાર ટુકડીઓ સતત રાત્રી ભર દોડતી રહી

By GS TEAM
4 Jul 20251 min read
TukuTouch Logo
જામનગર નજીક રંગમતી ડેમમાં વધારે પડતો પાણીનો પ્રવાહ આવી જતાં ડેમના દરવાજા ખોલીને તેમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે ચંગા-ચેલા સહિતના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત જામનગર શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણીનો પ્રવાહ આવી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રંગમતી ડેમના પાટિયા ખોલાતાં જામનગરના નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે રહેવા માટે મનપાની ચાર ટુકડીઓ સતત રાત્રી ભર દોડતી રહી

Jamnagar : જામનગર નજીક રંગમતી ડેમમાં વધારે પડતો પાણીનો પ્રવાહ આવી જતાં ડેમના દરવાજા ખોલીને તેમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે ચંગા-ચેલા સહિતના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત જામનગર શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણીનો પ્રવાહ આવી રહ્યો છે.

 શહેરના જે વિસ્તારમાં પાણી આવવાની શક્યતાઓ છે, તેવા અલગ અલગ ચાર ઝોન પાડીને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની 4 ટુકડીને ગઈકાલે મોડી સાંજથી દોડતી કરાવાઈ હતી, અને રાત્રીભર તમામ વાહનો દોડતા રહ્યા હતા અને માઇક દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી હતી.

 કોઈ સ્થળે પાણી ભરાવાની કે લોકોને પાણી વચ્ચે ફસાવવાની સમસ્યા ન રહે તે માટે તંત્ર કાલાવડ નાકા બહારની સોસાયટી, તેમજ નદીના પટના વિસ્તારમાં ઉપરાંત નવાગામ ઘેડ, ભીમવાસ સહિતના વિસ્તારોમાં પણ રાત્રિ ભર રાઉન્ડ ચાલુ રાખ્યા હતા.