Gujarat

જામનગર પાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા ઉદ્યોગ નગરમાં ત્રીજા દિવસે વધુ 20 આસામીઓ પાસેથી 1 કરોડના ટેક્સની વસુલાત

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા દરેડ જી.આઈ.ડી.સી. ફેઇઝ 2 અને 3 વિસ્તારમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલ કરવા માટેની કામગીરી આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી, અને 20 આસામીઓ પાસેથી વધુ 1 કરોડની વસુલાત થઈ છે. ત્રણ દિવસ દરમિયાન કુલ 4 કરોડ 10 લાખની વસૂલાત કરી લેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર પાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા ઉદ્યોગ નગરમાં ત્રીજા દિવસે વધુ 20 આસામીઓ પાસેથી 1 કરોડના ટેક્સની વસુલાત

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા દરેડ જી.આઈ.ડી.સી. ફેઇઝ 2 અને 3 વિસ્તારમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલ કરવા માટેની કામગીરી આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી, અને 20 આસામીઓ પાસેથી વધુ 1 કરોડની વસુલાત થઈ છે. ત્રણ દિવસ દરમિયાન કુલ 4 કરોડ 10 લાખની વસૂલાત કરી લેવામાં આવી છે.

 જામનગર મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી જીગ્નેશ નિર્મળની રાહબરી હેઠળ પોલીસ તંત્રને સાથે રાખીને દરેડ જીઆઇડીસીના ફેસ 2 વિસ્તારમાં આજે ત્રીજા દિવસે પણ અવિરત સર્વે કરવામાં આવ્યો હતો, અને પ્રત્યેક કારખાનાઓમાં સંપર્ક કરીને વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 જેમાં સવારે 11 વાગ્યાથી બપોરે 1 સુધીમાં 8 આસામીઓ ટેક્સ ભરપાઈ કર્યો હતો, જયારે બાકીના 12 આસામીઓ જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ઓનલાઇન બાકી વેરો ભરપાઈ કરી ગયા હતા, અને અંદાજે આમ કુલ ત્રણ દિવસ દરમિયાન ચાર કરોડ દસ લાખ જેવી રકમ મહાનગરપાલિકામાં જમા થઈ છે. 

ઉદ્યોગકારોની જિલ્લા કલેકટર અને કમિશનર સમક્ષની રજૂઆત બાદ એક દિવસનો ટાઈમ અપાયો

 જામનગરના દરેડ જીઆઇડીસી ફેઈઝ-2 અને 3 વિસ્તારના કેટલાક ઉદ્યોગકારો કે જેઓએ આ કામગીરીનો વિરોધ કર્યો હતો, અને જિલ્લા કલેકટર સમક્ષ ગઈકાલે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ત્યારબાદ આજે પણ જીઆઇડીસીની કચેરીએ કેટલાક ઉદ્યોગકારો ટોળાના સ્વરૂપે એકત્ર થયા હતા અને સીલીંગ સહિતની કામગીરીનો વિરોધ કર્યો હતો ત્યારે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. અને ભારે ગરમાગરમી થઇ હતી.

 જોકે આ બાબતે ઉદ્યોગકારો અને મ્યુનિ. કમિશનર સાથે વાટાઘાટો કરવા માટેનો એક દિવસ માટેનો સમય અપાયો છે. ઉદ્યોગકારો સાથે વ્યાજ માફી તેમજ હપ્તા કરી આપવા સહિતના મુદ્દે ચર્ચા કરવા માટેની એક તક અપાઈ છે, અને આવતીકાલે ચર્ચા કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી જીગ્નેશ નિર્મળ દ્વારા જણાવાયું છે.