Get The App

જીતુ વાઘાણી હાંસિયામાં ધકેલાયા : ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાથી નામ ગાયબ

Updated: Oct 17th, 2020

GS TEAM

Google News
Google News
જીતુ વાઘાણી હાંસિયામાં ધકેલાયા : ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાથી નામ ગાયબ 1 - image


- રાજ્યના 30 નેતાઓના લિસ્ટની યાદીમાં મુખ્યમંત્રી, સહિતના નેતાઓનાં નામ

અમદાવાદ, તા. 17 ઓક્ટોબર 2020 શનિવાર

રાજ્યમાં યોજાનારી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તેની તૈયારીઓ પૂરજોશમાં આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ બેઠકો પર પ્રચારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.  

આ પ્રચાર પ્રસાર કરવા માટે ભાજપે જાહેર કરેલી યાદીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખનું નામ બાકાત રખાતા ભારે કુતૂહલ જોવા મળ્યું છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખનું કદ વેતરાયું હોવાની ચર્ચાઓએ જોર જગાવ્યું છે. 

રાજ્યના 30 નેતાઓના લિસ્ટની યાદીમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓનાં નામ છે પરંતુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું નામ પાર્ટીએ બાકાત રાખ્યું છે.

ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટટેલ, પરષોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ દલસાણિયા, ભરતસિંહ પરમાર, મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળ, આઈ.કે. જાડેજા, ગોરધનભાઈ ઝડફિયા, શંભુનાથજી ટુંડિયા, ઋત્વિજ પટેલ, જ્યોતિબેન પંડ્યા, સૌરભ પટેલ, ગણપત વસાવા, કુંવરજી ભાઈ બાવળિયા, જવાહર ચાવડા, રમણ પાટકર, વિભાવરી બેન દવે, ધર્મેન્દ્રસિંહ જાડેજા મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, કે.સી. પટેલ, રમણલાલ વોરા, દિલિપ સંઘાણી, હિરા સોલંકી, અલ્પેશ ઠાકોરનો ભારતીય જનતા પાર્ટીએ સમાવેશ કર્યો છે.

Tags :