Get The App

ગુતાલ બ્રીજ નજીક કારે ટક્કર મારતા ઝારખંડના યુવકનું મોત

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
ગુતાલ બ્રીજ નજીક કારે ટક્કર મારતા ઝારખંડના યુવકનું મોત 1 - image

- બે યુવાનો ચાલતા રસ્તો ક્રોસ કરી રહ્યાં હતા

- આ અકસ્માત મુદ્દે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : ગુતાલ નેશનલ હાઈવે નંબર ૪૮ના બ્રીજના છેડેથી રોડ ક્રોસ કરતા યુવકનું કારે ટક્કર મારતા ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ તાલુકાના પીપલગ શાકમાર્કેટ નજીક બુલેટ ટ્રેનની કોલોની આવેલી છે. આ બુલેટ ટ્રેનમાં કામ કરતા ઝારખંડના અજય બદરી કમર રવિદાસ અને રૂદન મહાવીર ભુઈયા રવિવારે બંને ઉતરસંડા કપડા સીવડાવવા ગયા હતા. તેઓ ઉત્તરસંડાથી પરત કોલોનીમાં જવા ગુતાલ નેશનલ હાઈવેના બ્રિજના છેડેથી સામેની સાઈડ ચાલતા જતા હતા. ત્યારે પુરઝડપે આવેલી કારે ટક્કર મારતા રૂદન ભૂઈયાને માથામાં તેઓ શરીર પર ગંભીર ઈજા થઈ હતી. જેથી આ ઈજાગ્રસ્તને ૧૦૮ મારફત નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે રૂદન ભૂઈયાને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અજય બદરી કમલ રામની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.